વિશ્વના વિવિધ દેશોમાં પોતપોતાની મનોરંજન ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓ રાજ કરે છે. યુક્રેનની ફિલ્મ ઈન્ડસ્ટ્રી પણ ઘણી મોટી છે, જેમાં ઘણી સુંદરીઓ કામ કરે છે. યુક્રેનિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી સુંદર અને હોટ અભિનેત્રીઓ છે, જેમણે પોતાનું નામ બનાવ્યું છે. ત્યારે Russia અને Ukraine વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સોસીયલ મીડિયામાં શાંતિ માટે પોસ્ટ વાયરલ કરી હતી. જેમાં લખ્યું કે, ‘આ એક્ટ્રેસને બોર્ડર પર મોકલી દો, યુદ્ધ ત્યારે જ શાંત થઇ જશે.’
મિલા કુનિસ (Mila Kunis)
હોલીવુડ અભિનેત્રી મિલા કુનિસનો જન્મ યુક્રેનમાં થયો હતો. 70 ના દાયકાના શો અને Oz the Great and Powerful માટે જાણીતી, મિલાએ હોલીવુડમાં પોતાનું નામ બનાવ્યું છે. તેમજ તે હોલીવુડના પ્રખ્યાત અભિનેતા Ashton Kutcherની પત્ની છે.
વિક્ટોરિયા ડોવ (Viktoriya Dov)
વિક્ટોરિયા ડોવ યુક્રેનની પ્રખ્યાત અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે. 1 મે, 1992ના રોજ જન્મેલી વિક્ટોરિયા ડોવ બ્લેક એન્ટેના અને ટેક બેક જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
ઇરેના તિશિના (Irena Tyshyna)
અભિનેત્રી ઇરેના તિશિના ક્રિમીઆ, યુક્રેનની છે. ઈરેના શરૂઆતથી જ સંગીત સાથે જોડાયેલી હતી. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે અભિનયમાં રસ દાખવ્યો. આ પછી તેણે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. 2005 માં, ઇરેના ટિશયનાએ હેપ્પી નામની અંગ્રેજી ફિલ્મમાં પ્રથમ વખત અભિનય કર્યો. તે ‘રશિયન ડોલ’ ફિલ્મ માટે જાણીતી છે.
કેટરિના મોરન (Katrina Moran)
કેટરિના મોરનનો જન્મ 30 ઓક્ટોબર 1993ના રોજ થયો હતો. તે યુક્રેનની જાણીતી અભિનેત્રી અને ફિલ્મ નિર્માતા છે. કેટરિના મોરાન કિવ, યુક્રેનની છે. તે તેની ફિલ્મો ધ રોંગ સાઇડ ઓફ લવ (2019), ચટેઉ ડી એલિઝાબેથ, લવ અને જાસૂસી માટે જાણીતી છે.
ઓલ્ગા લેઝનેવા (Olga Lezhneva)
ઓલ્ગા લેઝનેવા યુક્રેનની પ્રખ્યાત અભિનેત્રી છે. માત્ર 16 વર્ષની ઉંમરે, ઓલ્ગા લેઝનેવાએ ટીવી હોસ્ટ તરીકે કામ કર્યું. આ સિવાય તેણે યુક્રેનિયન અને રશિયન ફિલ્મો એન્ટિસ્નાઇપર અને રૂલ્સ ઓફ હાઇજેકિંગમાં પણ કામ કર્યું હતું. 2014 માં, ઓલ્ગા અમેરિકા ગઈ. આ પછી તેણે ધ અફેર અને રિટર્ન ટુ મોન્ટોક જેવી ફિલ્મોમાં કામ કર્યું.
ઇવાન્ના સખ્નો (Ivanna Sakhno)
ઇવાન્ના સખ્નો હોલીવુડની ફિલ્મો પેસિફિક રિમ: અપરાઇઝિંગ (2018), ધ સ્પાય હુ ડમ્પ્ડ મી (2018) અને હાઇ ફિડેલિટી (2020)માં જોવા મળી છે. તેણે હોલિવૂડના પ્રખ્યાત નિર્દેશક ગિલેર્મો ડેલ ટોરો સાથે કામ કર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.