રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ(Russia-Ukraine war) શરૂ થયાને 30 દિવસ થઈ ગયા છે. જો કે, હજુ સુધી બંને પક્ષો યુદ્ધને રોકવા માટે કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી. દરમિયાન, યુએસ(US) રશિયા -યુક્રેન યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો(Weapons) પર નજીકથી નજર રાખી રહ્યું છે.
એક અધિકારીએ દાવો કર્યો છે કે રશિયાની કેટલીક મિસાઈલોની નિષ્ફળતાનો દર 60 ટકાથી વધુ છે. એટલે કે આ મિસાઈલો ટાર્ગેટને મારવામાં નિષ્ફળ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ બિનઉપયોગી હથિયારોના કારણે રશિયાને અત્યાર સુધી યુક્રેનના શહેરોમાં કોઈ ખાસ ફાયદો થયો નથી.
આ પહેલા યુક્રેનની ગુપ્તચર એજન્સીઓએ દાવો કર્યો હતો કે, રશિયા 9 મે સુધીમાં યુદ્ધ ખતમ કરવા માંગે છે. યુક્રેનિયન અધિકારીઓ કહે છે કે 9 મે એ દિવસ છે જ્યારે રશિયા બીજા વિશ્વ યુદ્ધમાં નાઝીઓ પર તેની જીતની ઉજવણી કરે છે. આ દિવસ રશિયામાં તહેવારની જેમ ઉજવવામાં આવે છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ યુક્રેનને સમર્થન આપવા અને રશિયા પર પ્રતિબંધો લાદવા બદલ EU નેતાઓનો આભાર માન્યો. યુરોપિયન યુનિયન (EU) મીટિંગ દરમિયાન, ઝેલેન્સકીએ વિડિયો દ્વારા કિવથી હાજર નેતાઓને યુક્રેનની યુનિયનમાં જોડાવાની અરજી પર ઝડપથી કાર્યવાહી કરવા વિનંતી કરી. તેણે કહ્યું, “હું તમને વિલંબ ન કરવા વિનંતી કરું છું. આ અમારી એકમાત્ર તક છે.” તેમણે જર્મની અને ખાસ કરીને હંગેરીને યુક્રેનના પ્રયાસને રોકવા માટે પણ અપીલ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.