રશિયા(Russia): ગુરુવારે સવારે રશિયાએ યુક્રેન(Ukraine) પર હુમલો કર્યાના 4-5 કલાકના સમયમાં જ વિશ્વના ટોચના 20 અમીરોની સંપત્તિમાં રૂ. 3.11 લાખ કરોડથી વધુનું ધોવાણ થયું હોવાનું જાણવા મળ્યું છે. એવી જ રીતે ભારત(India)ની વાત કરીએ તો મુકેશ અંબાણી(Mukesh Ambani), ગૌતમ અદાણી(Gautam Adani), ઉદય કોટક(Uday Kotak), દિલીપ સંઘવી(Dilip Sanghvi) સહિતના ટોચના 10 ધનકુબેરોએ અંદાજે રૂ. 60,000 કરોડ ગુમાવ્યા છે. વિશ્વના સૌથી અમીર ટેસ્લાના એલન મસ્ક(Alan Musk) વેલ્થમાં જ 1 લાખ કરોડનો ઘટાડો થયો છે.
ફોર્બ્સના રિયલટાઈમ ડેટા અનુસાર, ભારતની સાથે સાથે વિશ્વના સૌથી ધનિક લોકોની સંપત્તિ પણ ખતમ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ગુરુવાર, 24 ફેબ્રુઆરીના રોજ રશિયાના યુક્રેન પરના હુમલાએ વિશ્વભરના શેરબજારોને ધીમી લિસ્ટેડ કંપનીઓના શેરોને નષ્ટ કરી નાખ્યા. આ બધાને કારણે મોટાભાગના કરોડપતિઓની સંપત્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સંપત્તિના ધોવાણની સરખામણીએ ગુજરાતના કુલ વાર્ષિક બજેટ કરતાં ધનિકોની સંપત્તિમાં વધુ ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2021-22માં ગુજરાતનું વાર્ષિક બજેટ રૂ. 2.27 લાખ કરોડ. જ્યારે આજે વિશ્વના ટોચના 20 ધનિકોની સંપત્તિ રૂ. 3 લાખ કરોડ ઘટી છે. ભારતના સૌથી આમિર બે ગુજરાતીઓ મુકેશ અંબાણી અને ગૌતમ અંબાણીની વેલ્થ રૂ. 31,000 કરોડ જેટલી ઘટી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ વધીને 21,000 કરોડથી વધુનું નુકસાન થયું છે. એ જ રીતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ રૂ. 9,700 કરોડ જેટલી ઘટી છે. આ ઉપરાંત HCL ટેકનોલોજીના શિવ નદારની વેલ્થ રૂ. 5,300 કરોડ જેટલી ઘટી છે. રાધાક્રિષ્ના દામાણી, દિલીપ સંઘવી અને કુમાર બિરલાને પણ હજારો કરોડનું નુકસાન થયું છે.
યુદ્ધ ફાટી નીકળ્યાના સમાચાર સાથે જ અમેરિકા, બ્રિટન, જાપાન, ભારત અને ચીન સહિત વિશ્વના શેરબજારો ખરાબ રીતે તબાહ થઈ ગયા હતા. પરિણામે, વિશ્વના ટોચના 20 સૌથી ધનિક લોકોએ કરાડોમાં તેમની સંપત્તિ ગુમાવી દીધી. ટેસ્લાના એલોન મસ્ક આ યાદીમાં ટોચ પર છે. ફેસબુકના માર્ક ઝકરબર્ગ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને જાણીતા રોકાણકાર વોરેન બફેટની સંપત્તિમાં પણ ઘટાડો થયો છે.
એલોન મસ્ક, બર્નાર્ડ આર્નોલ્ડ અને વિશ્વના ટોચના ત્રણ સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસની સંપત્તિ રૂ. 1.51 લાખ કરોડબો ઘટાડો થયો છે. મતલબ કે ટોચના 20 ધનકુબેરોએ રૂ. 3.11 લાખ કરોડની જે વેલ્થ ગુમાવી છે તેમાંથી અડધી તો આ ત્રણે જ ગુમાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.