રોઝડાએ કારનો ભુક્કો બોલાવી દીધો, જુઓ અંદર બેઠેલાની કેવી હાલત થઇ

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હાપુડ(Hapud)માંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કહેવાય રહ્યું છે, કોતવાલી વિસ્તારના ઝડીનાગામ(Zadina village) ના જંગલમાંથી એક નીલગાય કાચ તોડી કારમાં…

ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના હાપુડ(Hapud)માંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કહેવાય રહ્યું છે, કોતવાલી વિસ્તારના ઝડીનાગામ(Zadina village) ના જંગલમાંથી એક નીલગાય કાચ તોડી કારમાં ઘુસી હતી. ગાડીના કાચમાં ફસાયા પછી નીલગાયનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં કાર ચાલકને સામાન્ય ઈજા થઈ છે. તેમજ આ દરમિયાન સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોની મદદથી નીલગાયને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવી હતી.

મળતી મળતી અનુસાર બુધવારના રોજ સાંજે મેરઠના અસીલપુર ગામનો રહેવાસી ફુરકાન અહેમદ કાર દ્વારા પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. જ્યારે તે મધ્ય ગંગા કેનાલ ટ્રેક પર ઝડીના ગામ પાસે પહોંચ્યો તે દરમિયાન અચાનકથી એક નીલગાય સાથે કાર તેજ ગતિએ અથડાઈ હતી. ટક્કર એટલી ઝડપી હતી કે આગળનો કાચ તૂટી ગયો હતો અને નીલગાય કારમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ઈજાગ્રસ્ત કાર ચાલકને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન નીલગાયનું કરુણ મોત થયું હતું.

નીલગાય લાંબા સમય સુધી કારમાં ફસાયેલી હતી:
મામલાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગ્રામજનોએ વન વિભાગના અધિકારીઓને પણ જાણ કરી હતી. આ અકસ્માત જોઈને લાગી રહ્યું છે કે, નીલગાય રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક તેની સામે કાર આવી ગઈ હતી. નીલગાય લાંબા સમય સુધી કારમાં ફસાયેલી હતી. સ્થાનિક લોકોએ કેટલાક પ્રયાસો કર્યા પરંતુ તેમને સફળતા મળી ન હતી.

અકસ્માત દરમિયાન નીલગાયનું ઘણું લોહી વહી ગયું હતું:
તે ઉપરાંત કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે, જો સમયસર મદદ મળી હોત તો નીલગયાને બચાવી શકાઈ હોત. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, નીલગાય ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. અકસ્માતમાં નીલગાયને ઇજાઓ થવાથી નીલગાય લોહીથી લથપથ થઇ ગઇ હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *