પુતિનને તેના જ પરિવારથી ખતરો! જાણો કોણ ઘડી રહ્યું છે હત્યાનો તખ્તો?

રશિયાના રાષ્ટ્રપતિ(President of Russia) વ્લાદિમીર પુતિને(Vladimir Putin) યુક્રેન પર હુમલો(Attack on Ukraine) કરીને પોતાના દુશ્મનોની સંખ્યા વધારી દીધી છે. તેના ‘પોતાના’ પણ તેના દુશ્મન બની ગયા છે. એવા અહેવાલો છે કે ક્રેમલિનના ઉચ્ચ અધિકારીઓ પુતિનને પદ પરથી હટાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન એક નિષ્ણાતે આશંકા વ્યક્ત કરી છે કે પુતિનની પુત્રીઓ તેમની હત્યા કરી શકે છે.

ઘરના જ કામ તમામ કરી દેશે:
એક અહેવાલ મુજબ, ઓસ્ટ્રેલિયન નિષ્ણાત ડૉક્ટર લિયોનીદ પેટ્રોવનું કહેવું છે કે, વ્લાદિમીર પુતિને જે કર્યું છે તેના માટે તેમની હત્યા પણ થઈ શકે છે. જો કોઈ પુતિનને મારી નાખે છે, તો તે કોઈ વ્યક્તિ હશે જે તેની ખૂબ નજીક હશે. તમને જણાવી દઈએ કે યુક્રેન પર હુમલાના કારણે અમેરિકા સહિત તમામ દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. છેલ્લા એક મહિનાથી બંને દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને તેનો અંત આવવાની કોઈ આશા નથી.

હત્યાની શક્યતા વધી રહી છે:
એક રીપોર્ટ અનુસાર પેટ્રોવે કહ્યું, ‘પુતિનની હત્યાની સંભાવના વધી રહી છે. હું માનું છું કે જો કોઈ વ્યક્તિ હત્યાનો પ્રયાસ કરશે, તો તે એક મહિલા દ્વારા કરવામાં આવશે. બની શકે કે આ તેમના પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવ્યું હોય. તેને મારનાર વ્યક્તિ તેની પુત્રી, તેની ભૂતપૂર્વ પત્ની અથવા કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જે તેને સારી રીતે ઓળખે છે અને તેની ખૂબ નજીક છે.

આ છે પુતિનનો પરિવાર:
જો કે પુતિન પોતાનું અંગત જીવન એકદમ ગુપ્ત રાખે છે, પરંતુ દરેકને ખબર છે કે તેણે લગ્નના 30 વર્ષ પછી 2013માં તેની પૂર્વ પત્ની લ્યુડમિલા પુતિનાને છૂટાછેડા આપી દીધા હતા. પુટિના સાથે તેની બે પુત્રીઓ છે, 36 વર્ષીય મારિયા ફાસેન અને 35 વર્ષીય કેટેરીના ટીખોનોવા. એવું પણ કહેવાય છે કે પુતિન લુઇઝા રોજોવા નામની 18 વર્ષની છોકરીના પિતા પણ છે. જોકે, પુતિને ક્યારેય તેનો સ્વીકાર કર્યો નથી.

સુરક્ષા કોર્ડન તોડવું સરળ નથી:
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરનારાઓની યાદી ભલે લાંબી થતી જાય, પરંતુ તે આસાન નહીં હોય. કારણ કે પુતિનનું સુરક્ષા વર્તુળ ઘણું મજબૂત રહે છે. તેની સુરક્ષા વિશે હંમેશા સજાગ, પુતિન 24/7 પ્રશિક્ષિત બોડી ગાર્ડ્સથી ઘેરાયેલા છે. આ સિવાય સુરક્ષા જવાનોનું એક મજબૂત વર્તુળ પણ તેમની સુરક્ષા માટે હાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *