Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ગુરુવારે સવારે યુક્રેનના અલગ-અલગ ભાગોમાં વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે તેણે રશિયન સેનાને પણ નુકસાન પહોંચાડ્યું છે.
The moment when civilians were shot in Ukraine. pic.twitter.com/VfrjtE3lCX
— REALIST (@realistqx1) February 24, 2022
રશિયાના હુમલા વચ્ચે યુક્રેને ભારત પાસે મદદ માંગી છે. યુક્રેનના રાજદૂતે પીએમ નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો સારા છે. નવી દિલ્હી (ભારત) યુક્રેન-રશિયા વિવાદને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. અમે PM નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને અમારા રાષ્ટ્રપતિ વોલોદમીર ઝેલેન્સકીનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી કરીએ છીએ.
WATCH: Missile hits airport in Ivano-Frankivsk, Ukraine pic.twitter.com/EnskxXhpnq
— BNO News (@BNONews) February 24, 2022
યુક્રેન-રશિયા વિવાદ પર ભારતના વલણ વિશે વાત કરીએ તો, તે અત્યાર સુધી તટસ્થ રહ્યું છે. મતલબ કે ભારત હજુ સુધી યુદ્ધ કે મડાગાંઠમાં કોઈની પડખે નથી. ગુરુવારે સવારે, વિદેશ મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ યુદ્ધ પર ભારતનું વલણ તટસ્થ છે અને તેઓ શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખે છે.
Ukraine, reportedly city of Uman. pic.twitter.com/jDhH37CgTC
— Ragıp Soylu (@ragipsoylu) February 24, 2022
યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ વચ્ચે ભારતે પણ ત્યાં હાજર લોકો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. કહેવામાં આવ્યું છે કે અત્યારે સ્થિતિ ખરાબ છે, તમે જ્યાં છો ત્યાં જ રહો. લોકોને તેમના ઘર, હોસ્ટેલ વગેરેમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જેઓ યુક્રેનની રાજધાની કિવ અથવા પશ્ચિમ કિવ તરફ ગયા છે, તેઓ તેમના ઘરે પાછા ફરે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.