રશિયા-યુક્રેન(Russia-Ukraine): હાલ યુક્રેન પર હુમલો રોકવા માટે યુએન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં (unsc)ઠરાવ મૂકવામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ દરખાસ્તની તરફેણમાં 11 મત મળ્યા હતા. બીજી બાજુ ભારતે રશિયા વિરુદ્ધ મતદાન કર્યું ન હતું. જોકે, આ પછી ભારત(india) દ્વારા પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી હતી અને શા માટે આ નિર્ણય લેવાયો તે કારણો જણાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત દ્વારા રશિયા(russia) વિરુદ્ધ લાવવામાં આવેલા ઠરાવથી પોતાને દૂર કરવામાં આવ્યા. ઠરાવમાં યુક્રેન(Ukraine) સામેના રશિયન આક્રમણની નિંદા કરવામાં આવી હતી અને યુક્રેનમાંથી રશિયન દળોને “તાત્કાલિક, સંપૂર્ણ અને બિનશરતી” પાછી ખેંચવાની હાકલ કરવામાં આવી હતી. પરંતુ, રશિયાએ આ પ્રસ્તાવ સામે વીટો કર્યો અને આ પ્રસ્તાવ પડી ગયો.
15 સભ્યોની સુરક્ષા પરિષદના આ પ્રસ્તાવની તરફેણમાં 11 વોટ મળ્યા હતા. ભારત, ચીન અને UAEએ તેનો વિરોધ કર્યો હતો. જણાવી દઈએ કે, ભારતે ઠરાવ પર વોટિંગ ટાળીને સ્પષ્ટતા જાહેર કરી હતી. તેથી ભારતે કૂટનીતિ અપનાવવાનો આગ્રહ રાખ્યો હતો. આ સાથે જ ભારતે કહ્યું કે, આપણે સૌની સંપ્રભુતા અને અખંડિતતાનું સન્માન કરવું જોઈએ.
UNSC’s consideration of the draft resolution on Ukraine
?Watch: India’s Explanation of Vote by Permanent Representative @AmbTSTirumurti ⤵️@MeaIndia pic.twitter.com/UB2L5JLuyS
— India at UN, NY (@IndiaUNNewYork) February 25, 2022
જાણવા મળ્યું છે કે, હુમલાની નિંદા કરતા ભારતે ઠરાવ પર મત આપ્યો હતો નહી અને રશિયા અને યુક્રેન વચ્ચેની હિંસા અને દુશ્મનાવટને તાત્કાલિક સમાપ્ત કરવાની હાકલ કરી હતી. જણાવી દઈએ કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને હિંસાનો અંત લાવવા અને તમામ મુદ્દાઓને વાતચીત કરીને ઉકેલવા કહ્યું હતું.
ભારતે કહ્યું કે, યુએન સિક્યુરિટી કાઉન્સિલના તમામ સભ્ય દેશોએ આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અને યુએન ચાર્ટરનું સન્માન કરવું જોઈએ. કારણ કે, કારણ કે તેનાથી જ સાચો માર્ગ મળી શકે છે. આ ઉપરાંત, મતભેદો અને વિવાદો માત્ર વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતે કહ્યું કે, યુક્રેનમાં તાજેતરની ઘટનાઓ ચિંતાજનક છે. માનવ જીવનની કિંમત પર ક્યારેય કોઈ ઉકેલ શોધી શકાતો નથી. જણાવી દઈએ કે, આ દરમિયાન ભારતે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના મુદ્દા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. એટલું જ નહીં, ભારતે આ મુદ્દે પોતાની મક્કમ અને સંતુલિત સ્થિતિ સ્પષ્ટપણે જણાવી છે. વાતચીતની સ્થિતિમાં પાછા ફરવાનું કહ્યું. આ સાથે તમામ ઉકેલો શક્ય છે.
રશિયા વિરુદ્ધ ઠરાવની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, અલ્બેનિયા, બ્રાઝિલ, ગેબન, ઘાના, આયર્લેન્ડ, કેન્યા, મેક્સિકો અને નોર્વેનો સમાવેશ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.