પાંચ રશિયન સૈનિકોએ 14 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચર્યાના સમાચાર સામે આવ્યા છે. જે બાદ યુવતી ગર્ભવતી બની હતી. પરંતુ છોકરી ગર્ભપાત કરાવી શકતી નથી કારણ કે ડોકટરોએ ચેતવણી આપી છે કે જો તેણીનો ગર્ભપાત થશે તો તે ફરી ક્યારેય માતા બની શકશે નહીં. આવી સ્થિતિમાં હવે બાળકીને બાળકને જન્મ આપવાની ફરજ પડી છે.
‘મિરર યુકે’ના રિપોર્ટ અનુસાર, આ યુવતી યુક્રેનના બુચાની રહેવાસી છે. તેણીની આ કહાની મનોવૈજ્ઞાનિક ઓલેકસાન્દ્રા ક્વિટકો દ્વારા કહેવામાં આવી છે, જે પીડિતના માતાપિતાની સંમતિથી તેણીને મનોવૈજ્ઞાનિક સમર્થન આપી રહી છે.
અહેવાલ મુજબ, ક્વિટકો હાલમાં 14-18 વર્ષની વયની વધુ પાંચ છોકરીઓને મદદ કરી રહી છે, જેઓ રશિયન સૈનિકો દ્વારા કથિત રીતે બળાત્કાર ગુજાર્યા બાદ ગર્ભવતી બની હતી. કવિટકોએ મદદ કરી હતી તે સૌથી નાની પીડિત માત્ર 10 વર્ષની છે. ક્વિત્કોએ રેડિયો સ્વોબોડાને કહ્યું- ’14, 15, 16 વર્ષની ઘણી છોકરીઓ પર બળાત્કાર થયો હતો. યુદ્ધ પછી યુક્રેનમાં ઘણી ગર્ભવતી છોકરીઓ હશે. ક્વિટકો પીડિતોમાં મહિલાઓ, પુરુષો અને નાના બાળકો પણ સામેલ છે.
તાજેતરમાં, યુક્રેનના માનવાધિકાર માટેના લોકપાલ, લ્યુડમીલા ડેનિસોવાએ જણાવ્યું હતું કે તે આવા કેસો નોંધી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે એકલા બુચામાં 14 થી 24 વર્ષની 25 છોકરીઓ પર બળાત્કાર થયો હતો, જેમાંથી ઘણી ગર્ભવતી બની હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.