શું કોઈ સરકારી અધિકારી ને એવી સ્થિતિ હોઇ શકે કે, તે પોતાના ઘરમાં સોનાના ટોયલેટનો ઉપયોગ કરી શકે. આ સાંભળીને તમે પણ ચોંકી ગયા હશો પરંતુ આ વાત એકદમ સાચી છે. રશિયામાં ટ્રાફિક પોલીસ અધિકારની ભ્રષ્ટાચાર અને લાંચ રિશ્વત આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અને જ્યારે તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા ત્યારે તપાસ કરનાર અધિકારી ઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
જ્યારે આરોપીના ઘરે દરોડા પાડયા ત્યારે તેની હવેલી, ભવ્ય ઓરડાઓ, લાઇટિંગ શણગાર માત્ર આટલું જ નહીં પરંતુ સોનાનું ટોયલેટ જોઈને અધિકારીઓ દંગ રહી ગયા. અધિકારીઓએ ત્યારબાદ આરોપીની ભ્રષ્ટાચાર દ્વારા મળેલી સંપત્તિ ને સીલ કરી દીધી હતી.
હકીકતમાં રશિયાની દરોડા પાડનાર સમિતિએ દક્ષિણ વિસ્તારમાં ભ્રષ્ટાચારના મામલે પોલીસ અધિકારી એલેક્સી અને તે ઉપરાંત અન્ય છ લોકોની ધરપકડ કરી હતી. આ લોકોને ગુનાહિત ગેંગને પરમીટ આપવાના બદલામાં લાંચ લેવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
જયારે દરોડા દરમિયાન અધિકારીઓ આરોપીઓના ઘરે દરોડા પાડયા ત્યારે ત્યાંથી સોનાના ટોઇલેટ સહિત અન્ય કેટલીક વસ્તુઓ મળી આવી હતી. ઘરની સજાવટ ઘણી એવી હતી કે કોઈને એવું લાગે કે, રાજાનો જ મહેલ હોય.
સ્કાય ન્યૂઝ અનુસાર, ગુનાહિત ગેંગને એલેક્સી સફોનોવ પર લાંચના બદલામાં અનાજની કાર્ગો ટ્રાન્સપોર્ટ પરમિટ આપવામાં આવી હતી. પરવાનગી હોવાને કારણે પરિવહનકારોએ સરળતાથી પોલીસ ચોકી પાર કરી હતી અને ત્યાં તેમની કોઈ ચેકીંગ પણ નહોતી થઈ.
રશિયાની તપાસ સમિતિ, જે યુ.એસ. માં એફબીઆઈની આશરે સમાન છે, જણાવ્યું હતું કે અધિકારી અને તેની સાથે ધરપકડ કરાયેલા અન્ય લોકોને 19 મિલિયન રુબેલ્સની (£ 187,568) લાંચ એટલે કે, 1,91,77,266 રૂપિયા મળ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં ભૂતપૂર્વ વરિષ્ઠ ટ્રાફિક અધિકારી, ટ્રાફિક નિરીક્ષક અને ચાર નાગરિકોનો સમાવેશ થાય છે. દેશના સૌથી મોટા રાજકીય પક્ષ – યુનાઇટેડ રશિયાના વરિષ્ઠ રાજકારણીએ, એલેક્ઝાંડર ખિંશ્ટેઈને કહ્યું કે મોટા ઓપરેશનના ભાગ રૂપે 35 થી વધુ ટ્રાફિક પોલીસ અધિકારીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તપાસ માટે આ આરોપી અધિકારીઓની લગભગ 80 મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં રોકડ, મોંઘી કાર અને દસ્તાવેજો જપ્ત કરાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.