રન મિશન કોહલીનો કહેર,42 શતક જોડીને તોડ્યો સચિન નો વર્લ્ડ રેકોર્ડ.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વધુ એક સિદ્ધિ પોતાના નામ પર કરી લીધી છે.વેસ્ટ ઈન્ડિઝ ની વિરોધ પોર્ટ ઓફ સ્પેન માં રમાયેલી બીજી વન-ડે…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વધુ એક સિદ્ધિ પોતાના નામ પર કરી લીધી છે.વેસ્ટ ઈન્ડિઝ ની વિરોધ પોર્ટ ઓફ સ્પેન માં રમાયેલી બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયા ના કેપ્ટન વિરાટ કોહલીએ કંઈક અલગ જ રીતે સદી મારી છે. આ ઉપરાંત તે સૌથી વધુ વન ડે રન બનાવવા બાબતે સૌરવ ગાંગુલી થી પણ આગળ નીકળી ગયો. તે સૌથી વધુ રન બનાવનારા ભારતીય બેટ્સમેનો ની યાદીમાં સચિન બાદ બીજા સ્થાને આવી ગયો છે.

હાલમાં રમાયેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે મેચમાં વિરાટ કોહલી ની સૌથી પહેલી સદી પૂર્ણ થઈ હતી.વેસ્ટ ઇન્ડીઝની વિરોધ વિરાટ કોહલી પોતાની સદી 112 બોલમાં પૂરી કરી છે.આ મેચમાં વિરાટ કોહલી દ્વારા 120 રન બનાવવામાં આવ્યા છે. જે સમયે વિરાટ કોહલી એ 14 ચોક્કા અને એક છક્કો માર્યો હતો.

ભારતે પોર્ટ ઓફ સ્પેન ખાતેની બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડને ૧૯ રનથી હરાવ્યું હતું. ભારતની વેસ્ટ ઇન્ડીઝ સામે આ સતત 4 જીત હતી. પ્રથમ વન-ડે વરસાદને લીધે રદ થઇ હતી. આ સાથે ટીમ ઇન્ડિયા ત્રણ મેચની સીરીઝમાં 1-0 ની લીડ મેળવી છે.સીરીઝ ની અંતિમ વન-ડે 14 ઓગસ્ટના રોજ આ ગ્રાઉન્ડ ઉપર જ રમવામાં આવશે.

વિરાટ કોહલીની 42મી સદી થકી ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 279 રન કર્યા હતા. તેની વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ 8 ઇનિંગમાં 5 મી સદી હતી. આ પહેલાની 7 ઇનિંગમાં તેણે અનુક્રમે 111,140,157,107,16,33 અને 77 રન કર્યા હતા.

સૌથી વધુ વન ડે ઇન્ટરનેશનલ સદી:

સચિન તેંડુલકર 49

વિરાટ કોહલી 42

રિંકી પોન્ટિંગ 30

સનથ જયસૂર્યા 28

હાસીમ અમલ અને રોહિત શર્મા 27

વિરાટ કોહલી 125 બોલમાં 14 ચોક્કા અને એક છક્કા ની મદદથી 120 રન કર્યા હતા. વિરાટ કોહલી કાર્લોસબેથવેટ ની બોલિંગમાં લોગ ઓફ પર કેમર રોચના હાથે કેચ આઉટ થયો હતો.તે પહેલા તેણે પોતાની 42 મી વનડે સદી ફટકારતાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. તે ઉપરાંત વિરાટ કોહલી વનડેમાં પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીને પાછળ છોડીને આઠમા ક્રમે આવી ગયો છે.

વન-ડેમાં સૌથી વધારે રન:

18426 સચિન તેંડુલકર

14234 કુમાર સંગાકારા

13704 રિંકી પોન્ટિંગ

13430 સનથ જયસૂર્યા

12650 મહેલ જયવર્ધન

11739 ઇન્ઝમામ ઉલ હક

11579 જેક કાલિસ

11406 વિરાટ કોહલી

11363 સૌરવ ગાંગુલી

વેસ્ટ ઇન્ડિઝ વિરૂદ્ધ વન ડે માં સૌથી વધારે રન:

1931 વિરાટ કોહલી

1930 જાદેવ મિયાદાદ

1708 માર્ક વો

1666 જેક કાલિસ

1624 રમીઝ રાજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *