આજે છે સચિનનો જન્મ દિવસ, નિવૃત્તિ પછી પણ કરે છે કરોડોની કમાણી, જાણો કુલ સંપત્તિ

Published on Trishul News at 2:08 PM, Wed, 24 April 2019

Last modified on April 24th, 2019 at 2:08 PM

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે 46મો જન્મ દિવસ છે.ક્રિકેટમાંથી રિટાયર થયા પછી પણ સચિન તેંડુલકર કરોડો રુપિયા કમાઈ રહ્યો છે.

2018માં બહાર પડેલા ફોર્બ્સના લિસ્ટ પ્રમાણે સચિનની કુલ સંપત્તિ 80 કરોડ રુપિયા છે.ક્રિકેટના ભગવાન કહેવાતો સચિન આજે પણ જાહેરાત,કંપનીઓમાં ભાગીદારી અને સ્પોર્ટસ ઈન્વેસ્ટમેન્ટ કરીને કરોડો રુપિયાની કમાણી કરી રહ્યો છે.

સચિન તેડુંલકરે કેટલાક સ્ટાર્ટ અપ બિઝનેસમાં રોકાણ કર્યુ છે. હૈદ્રાબાદ સ્થિતિ ટેક ફર્મ સ્માર્ટન ઈન્ડિયામાં તેનુ ઈન્વેસ્ટમેન્ટ છે. આ ફર્મ સ્માર્ટ ડિવાઈસ બનાવે છે.આ સિવાય સ્મેશ નામની સ્પોર્ટસ કંપનીમાં સચિન સહ માલિક છે.તેની પાસે કંપનીની 18 ટકા ભાગીદારી છે.

કંપની સ્પોર્ટસ આધારીત વર્ચ્યુઅલ એન્ટરટેઈનેમેન્ટ કંપની છે. કંપનીએ હાલમાં જ રોકાણકારો થકી 200 કરોડ રુપિયાનુ ફંડ મેળવ્યુ છે. હવે કંપનીના વિસ્તરણની યોજના બનાવાઈ રહી છે.

સચિન ઓનલાઈન ટ્રાવેલ કંપની મુસાફીર ડોટ કોમ સાથે પણ જોડાયો છે. જેમાં તેની 7.5 ટકાન ભાગીદારી છે.સચિને ટ્રુ બ્લુ નામની એક નવી ફેશન બ્રાન્ડ પણ લોન્ચ કરી છે. જે પુરુષો માટેના કપડા બનાવે છે.

સચિને સૌથી પહેલુ ધંધાકીય સાહસ 14 વર્ષ પહેલા કર્યુ હતુ.જ્યારે તેણે સંજય નારંગ નામના હોટેલિયર સાથે મળીને બે રેસ્ટોરન્ચ લોન્ચ કર્યા હતા.જોકે આ રેસન્ટોરન્ટ 2005 અને 2007માં બંધ થઈ ગયા હતા.

Be the first to comment on "આજે છે સચિનનો જન્મ દિવસ, નિવૃત્તિ પછી પણ કરે છે કરોડોની કમાણી, જાણો કુલ સંપત્તિ"

Leave a comment

Your email address will not be published.


*