ગ્રીષ્મા કેસમાં નવા ફોટો આવ્યા બહાર- વકીલે ફેનીલને કોર્ટમાં કહ્યું, પ્રેમમાં જીવ આપવાનો હોય છે, નહિ કે લેવાનો…

સુરત(Surat): ગ્રીષ્મા હત્યા કેસ(Grishma murder case)માં મુખ્ય જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલના ત્રીજા દિવસે સરકારી પક્ષની દલીલો પૂર્ણ થઈ હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલે દલીલ કરી હતી કે બચાવ પક્ષે રજૂ કરેલા ફોટોગ્રાફ્સ પ્રેમ હોવાનું સાબિત કરતા નથી. ફોટા સાથે છેડછાડ કરવામાં આવી હશે. આજના સમયમાં ફોટો હોવા સામાન્ય બાબત છે.

વધુમાં કહ્યું હતું કે, ઉલટુ આરોપીએ તો ફોટા રજૂ કરીને મૃત્યુ પામનારની ભાવના સાથે ચેડાં કર્યા છે. પ્રેમ કોને કહેવાય, પ્રેમ તો ત્યાગ અને બલિદાનનો વિષય છે, પણ કોઇની બલિનો વિષય નથી. પ્રેમમાં સામે રહેલી વ્યક્તિને ખુશ કરવાના હોય છે. આપણા કાર્યથી સામે રહેલી વ્યક્તિ ખુશ રહે એને પ્રેમ ભાવના કહેવાય. આપણા એક ખરાબ કૃત્યથી કોઇનું આખુ કુટુંબ રઝડી જાય એ પ્રેમ નથી તે એક પ્રકારની વાસના છે.

સરકાર પક્ષની દલીલો ગઈ કાલે પણ ત્રણ કલાક ચાલી હતી. જોવામાં આવે તો આમ ત્રણ દિવસમાં કુલ 12 કલાક દલીલો કરવામાં આવી હતી. હવે સોમવારના રોજ બચાવ પક્ષે વકીલ ઝમીર શેખ દ્વારા દલીલો કરવામાં આવશે.

આરોપી પાસે ફોટો હતા તો પોલીસને તપાસ દરમિયાન કેમ ન આપ્યા?
આરોપી તરફે કેસમાં ફેનિલના જે ફોટા રજૂ કરવામાં આવ્યા હતા તે અંગે કરવામાં આવેલી દલીલોમાં ફોટાનું ખંડન કરવામાં આવ્યું હતું. સરકારી વકીલએ દલીલ કરી હતી કે, એડવાન્સ જમાનામાં ફોટા સાથે હોય એટલે પ્રેમ ન કહી શકાય. આ હત્યા કેસમાં તો ફોટા સાચા છે એ હજુ નક્કી નથી અને પ્રેમની વાત છે ત્યાં સુધી કોઈનું ખાનદાન સાફ કરી દેવાની ભાવના પ્રેમમાં ન હોય શકે. એટલે આરોપી દ્વારા પ્રેમની વાત કરવામાં આવી છે તે માની શકાય નહીં અને જો આ ફોટા હતા જ તેમના પાસે તો આરોપીએ તપાસ દરમિયાન પોલીસને કેમ ન આપવામાં આવ્યા?. એટલે આ ફોટા પાછળથી ઊભા કરવામાં આવ્યા હોય તેવી શક્યતા નકારી ન શકાય.

આરોપીને કસૂરવાર ઠેરવો:
સરકાર પક્ષે એડવોકેટ નયન સુખડવાલાએ પોતાની દલીલ કરતા વધુમાં જણાવ્યું કહ્યું હતું કે, આરોપીનો મોટિવ, તેને થયેલી ઇજા પ્રોસિક્યુશને પુરવાર કરવામાં આવ્યું છે. સીધા પુરાવા, સીસીટીવી કેમેરા, મેડિકલ પુરાવા, FSLના પુરાવા છે. સાથે સાથે સાંયોગિક પુરાવા છે. આ સાથે ક્રિષ્નાની પણ જુબાની રજૂ કરવામાં આવી છે. આરોપી ફેનિલને કસુરવાર ઠેરવવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *