ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશને ચઢાવવો આ મોદકનો ભોગ, અહીં જાણો મોદકની રેસિપી

10 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને પ્રસન્ન…

10 સપ્ટેમ્બરે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે આ તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશને પ્રસન્ન કરવા માટે, તેમના ભક્તો વિવિધ પ્રકારના કામ કરે છે.ભગવાન ગણેશને મોદક ખૂબ જ પ્રિય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ગણેશને મોદક ચઢાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. કોરોના સમયગાળા દરમિયાન બહારથી મીઠાઈ ખરીદવી સલામત નથી. એટલા માટે તમારે તમારા પોતાના ઘરમાં જ પ્રસાદ બનાવવો જોઈએ.

મોદક બનાવવાની રેસીપી : માવા,ખાંડ,બારીક સમારેલા કાજુ,બદામ,અખરોટ,કિસમિસ,પિસ્તા,દૂધ,એલચી પાવડર,છીણેલું નાળિયેર,ઘી,મોદક બનાવવાનું બૉબુ

સૌ પ્રથમ એક પેનમાં ખાંડ ઉમેરો અને તેને 10 મિનિટ ધીમી આંચ પર પકાવો. પછી તેને બીજા વાસણમાં કાઢી લો. તેમાં અડધો કપ કેસરનું દૂધ ઉમેરો. એક ચપટી એલચી પાવડર પણ નાખો અને આ મિશ્રણને લોટની જેમ મસળી લો.

ત્યારબાદ એક કપ છીણેલું નાળિયેર લો.તેમાં ફરીથી અડધો કપ ખાંડ અને અડધો કપ માવો ઉમેરો. 10 કે 12 બારીક સમારેલા કાજુ, અખરોટ, બદામ, પિસ્તા અને કિશમિશને મિક્સ કરો. આ મિશ્રણમાં એલચી પાવડર પણ ઉમેરો. આ બધાને સારી રીતે મિક્સ કરો.ત્યારબાદ મોદક નું એક બીબું લો અને તેમાં ઘી ચોપડો જેથી આ મિશ્રણ ચોંટે નહિ.

મોદક બીબા ની ત્રણેય બાજુ પર માવાનું મિશ્રણ લગાવો. પછી નાળિયેર અને ડ્રાય ફ્રુટ્સથી બનેલું સ્ટફિંગ મધ્યમાં મૂકો. મોલ્ડને હળવેથી બંધ કરો.ત્યારબાદ તેને દબાવો. પછી હળવા હાથે બિબામાંથી બહાર કાઢો.બધા જ મોદક એ જ રીતે બનાવો.જો તમે ઈચ્છો તો તેના પર ચાંદીનું વર્ક પણ લગાવી શકો છો.ગણેશ ચતુર્થી નિમિતે વિશેષ સ્વાદિષ્ટ મોદક તૈયાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *