જેનું નામ લેતા ભલભલા માથાભારેના ધોતિયા ઢીલા થઈ જતા એવા DySP સુખદેવસિંહ ઝાલાએ ધારણ કર્યા ભગવા વસ્ત્રો

આજ આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેઓ એક એવા જાંબાઝ IPS અધિકારી સૌરાષ્ટ્રમાં કાર્યરત હતા કે, જેઓ પુરેપુરી ઈમાનદારીથી પોતાની…

આજ આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ કે, જેઓ એક એવા જાંબાઝ IPS અધિકારી સૌરાષ્ટ્રમાં કાર્યરત હતા કે, જેઓ પુરેપુરી ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. આજ આપણે DYSP સુખદેવ સિંહ ઝાલાની વાત કરવા જઈ રહ્યા છીએ. આ અધિકારી વિશે મોટા ભાગના લોકો જાણતા હશે. આ અધિકારી પોતાની ફરજ વખતે ગેરકાનૂની ધંધા રોકવા માટે સખત પ્રયત્ન કર્યા હતા તેમજ ગુનેગારને ખુબ જ કડક સજા આપતા હતા.

પોલીસ વિભાગમાં એક સમય એવો હતો કે, જ્યારે સુખદેવ સિંહ ઝાલાનું ફક્ત નામ સાંભળતાની સાથે જ ગુનેગારોના પગ ધ્રુજવા લાગતાં હતાં. સુખદેવ સિંહ ઝાલા ખૂબ જ ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા હતા. લોકો તેમના કામથી ખુબ જ ખુશ હતા. સુખદેવ સિંહ ઝાલાએ પ્રમાણિકપણે કાર્ય કરીને પોતાની અલગ ઓળખ ઉભી કરીને હાલમાં નિવૃત્તિ લીધા પછી તેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યાં છે.

સુખદેવ સિંહ ઝાલા લખતર તાલુકામાં આવેલ ઝંમર ગામના વતની છે પણ તેઓ પોતાના કાર્યકાળ વખતે સૌરાષ્ટ્રમાં આવેલ જામનગરમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. તેઓ પોતાની ફરજ બજાવતા વય મર્યાદાને લીધે નિવૃત્ત થયા છે તેમજ હાલમાં પોતાના વતનમાં પાછા ફર્યા છે. તેઓએ નિવૃત્ત થયા પછી ભગવા વસ્ત્રો ધારણ કર્યાં છે.

દેશ માટે ફરજ બજાવ્યા પછી નિવૃત્ત થઈને ગામલોકો માટે સેવા કરી હતી. સુખદેવ સિંહ ઝાલા હાલમાં સુરેન્દ્રનગરમાં રહે છે. જયારે તેઓ સુરેન્દ્રનગરથી પોતાના ગામમાં આવે ત્યારે ગામની તળાવની પાળે વૃક્ષો વાવે છે. ફક્ત આટલું જ નહી પણ વૃક્ષને પાણી તેમજ ખાતર આપે છે અને તેનું જતન કરે છે.

અત્યાર સુધીમાં સુખદેવ સિંહ ઝાલાએ પોતાના વતનમાં 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. તેઓએ નિવૃત્તિ લીધા પછી પણ કાર્ય કરીને લોકો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ વિભાગમાં PSI થી લઈને dysp સુધીની ફરજ બજાવતા સુખદેવ સિંહ ઝાલા અગાઉથી જ ગાયત્રી ઉપાસક હતા.

નિવૃત્તિ લીધા પછી તેમણે ભગવા વસ્ત્ર ધારણ કર્યાં હતા કે, જ્યારે તેઓ ફરજ પર હતા ત્યારે તેમણે અનેક કેસ હેન્ડલ કર્યા તેમજ ગુનેગારોને કડક સજા અપાવી હતી. ઝાલા સાહેબના નામ લેતાની સાથે જ ગુનેગારો ડરી જતા હતા. હાલમાં તેમને ભગવા વસ્ત્રો ધારણ કરેલા જોવાનો પણ અલગ લ્હાવો છે.

સુખદેવ સિંહ ઝાલાએ સરકારી અધિકારી તરીકે ફરજ બજાવ્યા પછી ખાખી વર્દી ઉતારીને ભગવા વસ્ત્રો ધારણ કર્યાં છે. તેઓ દેશની માટે સેવા કર્યા પછી પોતાના ગામલોકો માટે પણ સેવા કરી રહ્યા છે. ફક્ત આટલુ જ નહી પણ તેમણે મૃત્યુ પછી પોતાનો મૃત દેહ જામનગરની શાહ મેડિકલ કોલેજને સોંપવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. ઝાલા સાહેબ આજના યુવાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *