મેરઠ: ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) મેરઠમાં(Meerut) પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ ગયેલા પ્રેમીએ પ્રેમિકાના ઘરની સામે જ પોતાને ગોળી મારી આપઘાત કર્યો હતો. મેરઠના કોતવાલી વિસ્તારના(Kotwali area) પોલીસ સ્ટેશનની શાહપીર ગેટ સ્ટ્રીટની બહાર શુક્રવારે સવારે એક યુવકનો મૃતદેહ મળી આવતા હોબાળો મચી ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી તો ખબર પડી કે મામલો પ્રેમ પ્રકરણનો છે.
મૃતકની ઓળખ 26 વર્ષીય નાઝીમ તરીકે થઈ છે. એક રીપોર્ટ અનુસાર, જ્યારે પોલીસે નાઝીમનો કોલ રેકોર્ડ તપાસ્યો તો જાણવા મળ્યું કે તેણે તેની ગર્લફ્રેન્ડને સવારે 3:10 વાગ્યે ફોન કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ફોન પર બંને વચ્ચે કંઈક થયું હશે, જેના કારણે નાઝિમે હતાશામાં પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો અને બંદૂકથી પોતાને ગોળી મારી દીધી હતી.
સવારે બહારથી લાશ મળી આવતાં જ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી. નાઝીમના પરિવારજનોએ તેના મૃતદેહની ઓળખ કરી હતી. જ્યારે મૃતક પાસે પડેલો મોબાઈલ ખોલવામાં આવ્યો તો વાસ્તવિકતા સામે આવી હતી. ત્યારબાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
નાઝીમના પરિચિતો પાસેથી જાણવા મળ્યું કે તે શાહ પીર ગેટમાં રહેતી યુવતી સાથે ઘણા સમયથી વાત કરતો હતો. થોડા દિવસોથી બંને વચ્ચે અણબનાવ હતો, ત્યારબાદ નાઝીમ સતત યુવતીને ફોન કરતો હતો. ખબર નહીં ગઈકાલે રાત્રે બંને વચ્ચે શું થયું અને નાઝીમે પોતાને ગોળી મારી આપઘાત કર્યો. નાઝીમના ઘરમાં શોકનું વાતાવરણ છવાયેલું છે. સાથે જ પોલીસ આત્મહત્યા ઉપરાંત હત્યાના એંગલથી પણ તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.