સુરતના કતારગામમાં રિનોવેશન વખતે જૂની ઈમારત ધરાશાયી થતા 2ના મૃત્યુ- ‘ઓમ શાંતિ’

સુરત(Surat): શહેરના કતારગામ(Katargam) વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ(Kiran Hospital)ની નજીક આવેલી એક જૂની ઈમારતના રિનોવેશન(Renovation) સમયે દિવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. જેને કારણે સ્લેબ નીચે ચાર લોકો દબાયા હોવાની વાત મળતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલમાં તો જેમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢી લેવામાં આવ્યાં હતાં. જેને કારણે બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

સુરત પાલિકાના અધિકારીઓએ જણાવતા કહ્યું હતું કે, કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ધરાશાયી ઈમારત આવેલી છે. જ્યાં તેનું રિનોવેશનનું કામ ચાલતું હતું. આ દરમિયાન દિવાલ અને સ્લેબનો ભાગ એકાએક નીચે તૂટી પડ્યો હતો. પરંતુ નોંધનીય છે કે, રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી ન હતી. તેમજ ઈમારત કેટલું જૂનુ હતું, તે અંગે પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ યોગ્ય પગલાઓ પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે તેમ વધુમાં ઉમેરતા કહ્યું છે.

સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, આ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. પાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે. જોવામાં આવે તો આ રીતે કોઈ જ સુરક્ષા વગર બિલ્ડીંગ ઉતારવું એ યોગ્ય ન કહી શકાય. વધુમાં તેમણે કહ્યું હતું કે, લોકોના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે પગલાં લેવાય તેવી હું માંગ કરીશ.

બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થવાને કારણે નીચે રહેલા વાહનો કાટમાળ નીચે દટાઈ ગયાં હતાં. બિલ્ડીંગની પાસે પાર્ક કરવામાં આવેલા મોપેડ સહિતના વાહનોનો દબાઈ જવાને કારણે તેને બહાર કાઢવા માટે સુરત પાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *