સુરત(ગુજરાત): ઘર આંગણે રમતાં રમતાં બાળક સેફ્ટી પીન ગળી ગયું હતું. જયારે બાળકને ઉલટીઓ થવા લાગી ત્યારે માતા પિતા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં એક્સ રેમાં સામે આવ્યું હતું કે, બાળક સેફ્ટી પીન ગળી ગયું છે. માતા પિતા આ વાથી અજાણ હતા જેને કારણે તે ચોંકી ગયાં હતાં. હાલ બાળકને સિવિલમાં દવા અને ફ્રૂટ આપીને પીન મળ દ્વારા બહાર કઢાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જો કે સેફ્ટી પીન એ રીતે ન નીકળે તો ઓપરેશન કે દૂરબીન વડે પીન બહાર કાઢવી પડે તેવું ડોકટરોએ જણાવ્યું હતું.
માસુમ બાળકના પિતા દિનેશ પાડવીએ જણાવ્યું હતું કે, તેઓ સચિન પાલી ગામમાં કાલીમાતાના મંદિર પાસે રહે છે. પિતા ડાયમંડ કંપનીમાં કામ કરી એક બાળક સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના અઢી વર્ષના પુત્ર તનીશ આજે સવારે અચાનક રડવા લાગ્યો હતો. જેથી તેની માતાએ બાળકને હાથમાં લઇ વ્હાલ કર્યું હતું. ત્યારબાદ તનીશે અચાનક ઉલટી શરૂ કરી દેતા તેને તરત સિવિલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોની સલાહ મુજબ એક્સ-રે પડાવ્યો હતો. જેમાં સેફેટીપીન દેખાતાં તમામ શોકમાં હતા.
મળતી માહિતી અનુસાર, માતાની ધ્યાન બહાર તનીશ જમીન ઉપર રમતાં- રમતાં કંઈક ગળી ગયો હોય એવી આશંકા માતાએ થઇ હતી. એટલું જ નહીં, પણ છાતિના એક્સ-રેમાં સેફ્ટીપીન ખુલ્લી ગઈ હોવાનું દેખાતા ડોક્ટરોએ પણ ચિંતામાં મુકાય ગયા હતા. ડોક્ટરોએ હાલ તનીશને દાખલ કરી કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ કરી રહ્યાં છે. દવા અને ફ્રૂટ ખવડાવ્યા પછી મળ વડે પીન નીકળી જાય તો બાળકને રાહત થઈ શકે છે. નહિતર અંતે ઓપરેશન કે દૂરબીન વડે પીનને કાઢવાના પ્રયાસ કરવામાં આવશે તેવું ડોકટરોએ જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.