સુરતનો ચેતવણી રૂપ કિસ્સોઃ સંબંધથી સગીરા ગર્ભવતી બનતા બંનેએ લગ્ન કર્યા, મતાા બન્યા બાદ…

સુરત(ગુજરાત): શહેરમાં પરિણીતાઓ અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટના સતત વધી રહી છે. આ દરમિયાન વધુ એક દુષ્કર્મની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જાણવા મળ્યું છે કે, સુરતના ચોકબજારના ફૂલવાડી વિસ્તારમાં રહેતી કિશોરીએ ગઈકાલે ચોકબજાર પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, એક યુવકે તેને પ્રેમજાળમાં ફસાવી અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.

જોકે, આ દરમિયાન તે ગર્ભવતી થઇ જતા આખરે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સગીરા ડીલેવરી માટે પોતાના પિયર ગઈ હતી. તેનો પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરી તેને એલફેલ બોલી મહેણાંટોણાં મારતો હતો અને બાદમાં તેને પરત લઇ જવાની ના પડી દીધી હતી. જેથી આખરે ભોગ બનનાર કિશોરીએ ચોકબજાર, પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેના પતિ સામે બળાત્કારનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, ચોકબજાર ફુલવાડી વિસ્તારમાં રહેતી સગીરા પર કરિયાણાની દુકાનદારના પુત્રએ પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર બળાત્કાર કર્યો હતો. તેમજ સગીરા ગર્ભવતી બનતા તેની સાથે લગ્ન કર્યા બાદ સગીરા ડિલેવરી માટે પિયરમાં મોકલી આપ્યા પછી ચારિત્ર્ય ઉપર શંકા કરી તેને લઈ જવાની ના પાડી હતી.

ફુલવાડી ભરીમાતા રોડ મદીના મસ્જીદની સામે રહેતા મહમંદ અનસ ખલીલ સીદીકીએ તેના પિતાની કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા આવતી 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.અનસ સીદ્દીકીએ સગીરાને તેની સાથે લગન્ કરવાની લાલચ આપી તેની મરજી વિરુધ્ધ એક વર્ષ દરમ્યાન અવાર નવાર બળાત્કાર કર્યો હતો.

જેના કારણે સગીરા ગર્ભવતી બનતા 31 જાન્યુઆરી 2021ના રોજ સમાજના રીત રીવાજ મુજબ તેની સાથે નિકાહ કર્યા હતા. અનસ સી્દીકીએ સગીરાને તેના પિયરમાં ડિલેવરી કરવા મોકલી આપી હતી. સગીરાને ત્રણ માસનો બાળક થવા આવ્યો તેમ છતાં અનસ સીદ્દીકે તેના ચારિત્ર્ય ઉપર શંકા કરી તેને પરત ઘરે લઈ જવાની ના પાડી અને તરછોડી દીધી હતી.

ઘટના અંગે સગીરાના પરિવારે ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા મહમંદ અનસ ખલીલ સદ્દીકી વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરી તેને અટકાયત કરી કોરોના ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. જાણવા મળ્યું છે કે, કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *