બીમાર બાળકને તેડીને સારવાર માટે કેટલાય કિલોમીટર દોડતા રહ્યા પિતા, છેવટે બાળકે હિંમત હારીને આ સ્વાર્થી દુનિયાને કહ્યું અલવિદા

હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમારી આત્મા પણ કંપી ઉઠશે. રાજ્યના સુરતમાંથી સામે આવી રહેલ ઘટનામાં ઉમરવાડાનો શ્રમજીવી હાથમાં બીમાર…

હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમારી આત્મા પણ કંપી ઉઠશે. રાજ્યના સુરતમાંથી સામે આવી રહેલ ઘટનામાં ઉમરવાડાનો શ્રમજીવી હાથમાં બીમાર માસુમ દીકરાને લઈને 1 કિમી સુધી દોડ્યો પરંતુ એક પણ રીક્ષાચાલકે માનવતા ન દાખવી હોવાની શરમજનક ઘટના સામે આવી છે.

ખાનગી હોસ્પિટલ પછી સિવિલમાં લઈ જવામાં આવેલ ફક્ત 3 વર્ષીય માસુમ બાળકને તબીબો દ્વારા મૃત જાહેર કરી દેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. માસુમ મનીશકુમાર છેલ્લા 3 દિવસથી ઝાડા ઉલટીમાં સપડાયો હતો. સ્થાનિક ડોક્ટરની દવા લીધા પછી આજે સવારમાં તબિયત લથડતા દીકરાને હાથમાં ઉંચકીને દોડતા લાચાર પિતાને લોકો જોતા રહ્યા પરંતુ કોઈ મદદે ન આવ્યું હોવાનું પિતાએ કહ્યું હતું.

મદદની જરૂર હતી તો કોઈ આગળ ન આવ્યું:
બાળકના પિતા રજત સહાની જણાવે છે કે, અમે બિહારનાં છીએ. વર્ષથી પત્ની અને 2 પુત્રોની સાથે ઉમરવાડા ગિરનાર ટ્રાન્સપોર્ટમાં રહીને મજૂરી કામ કરે છે. સાહેબ તમામ લોકોની મદદમાં મેં ક્યારેય કોઈને પણ ના નથી પાડી પરંતુ આજે જ્યારે મને મદદની જરૂર હતી તો કોઈ આગળ ન આવ્યું એનું મને ખુબ દુઃખ છે.

પુત્રને હાથમાં ઉંચકીને દોડતો રહ્યો પરંતુ કોઈને માનવતા યાદ ન આવી:
આની સાથે જ તેઓ જણાવે છે કે, મારો મોટો દીકરો 3 વર્ષીય મનીશકુમારની આજે સવારમાં અચાનક તબિયત લથડતા હું તેને લઈ હોસ્પિટલ જવા માટે રીક્ષા ચાલકોને હાથ ઉંચો કરતો રહ્યો પરંતુ કોઈ ઉભું ન રહ્યું તેમજ જે ઉભા રહ્યા એમને ઝાડા-ઉલટી હો રહા હે મેરે માસુમ બેટે કો હોસ્પિટલ તક છોડ દો કહેતા જ ભાગી જતા હતા.

હું કિન્નરી સુધી 1 કિમી કહી શકાય ત્યાં સુધી માસુમ બીમાર દીકરાને હાથમાં ઉંચકીને દોડતો રહ્યો પરંતુ કોઈને માનવતા યાદ ન આવી હતી, લોકો જોતા હતા પરંતુ શું થયું એ પૂછતાં પણ ગભરાઈ જતા હોય એમ લાગતું હતું.

ઝાડા-ઉલટી પછી અશક્ત થઈ જતા હોસ્પિટલ પહોંચ્યા:
કિન્નરીથી હું પાસેની ખાનગી હોસ્પિટલ પહોંચ્યો ત્યાંથી મને સિવિલ જવાનું કહેવાતા હું માસુમ બાળકને રિક્ષામાં લઈ સિવિલ આવ્યો તો ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. 3 દિવસથી મનીશકુમાર બીમાર હતો. સ્થાનિક ડોક્ટરની દવા લેતા રાહત થતી હતી.

રાત્રે ઝાડા-ઉલટી થતા મેં દવા આપી હતી. પણ સવારે અચાનક ઝાડા-ઉલટી પછી અશક્ત થઈ જતા હોસ્પિટલ દોડ્યા હતા. જો કોઈ મદદ મળી ગઈ હોત તો મારું બાળક બચી ગયું હોત એવી એક પિતા એ વ્યથા વ્યક્ત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *