ખેડબ્રહ્મા તાલુકામાં લગ્નની લાલચ આપી નરાધમોએ ૧૫ વર્ષની કિશોરીને બનાવી ગર્ભવતી અને…

આજના કળયુગી સમયમાં દુષ્કર્મના કેસોમાં સતત વધારો જોવા મળે છે. આ દરમિયાન ખેડબ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારની સગીરા શાળા બંધ હોવાથી લૉકડાઉનમાં ઘરે હતી અને અન્ય લોકો સાથે ઘઉં કાપવા જતી હતી. આ દરમિયાન ઝાંઝવા પાણાઇની ઇકોમાં જતાં ચાલકે સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું અને ગર્ભવતી બનાવતાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અંતરિયાળ વિસ્તારની 15 વર્ષીય સગીરા ઘરે હોવાથી લક્ષ્મીપુરા બાજુ કંપામાં ગામના વાલજીભાઇ લેંબાભાઇ સોલંકી સાથે ઘઉં કાપવા બીજા મજૂરો સાથે મજૂરી કરવા જતી હતી. આ દરમિયાન નરેશભાઇ નોળાભાઇ પારઘી તેની ઇકો નં. GJ-09-BC-4502માં મજૂરોને લઈ જતો અને મૂકવા આવતો ત્યારે નરેશભાઇ અને સગીરાની ઓળખાણ થઇ હતી.

હોળીના દિવસોમાં નરેશભાઈ તેની ઇકોમાં મજૂરો સાથે લક્ષ્મીપુરાકંપાથી નીકળી રાત્રે 8 વાગે સગીરાના ગામે બીજા મજૂરોને ઉતારી દીધા હતા. નરેશભાઇએ સગીરાને ઇકોમાંથી ઉતરવાની ના પાડી અને તેને ગામથી થોડે આગળ અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. નરેશભાઇ સગીરાને અવારનવાર મળવા પણ બોલાવતો હતો.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, હોળી પછી સગીરા બાજુના ગામમાં તેની બહેન પાસે ગઇ હતી. ત્યાંથી ઘરે જતી હતી ત્યારે પાણાઇની સીમમાં નરેશ તેની ઇકો લઇને મળ્યો હતો અને પરોયા ગામ બાજુ લઇ ગયો હતો. આ દરમિયાન સગીરાને પત્ની તરીકે રાખવાની લાલચ આપી દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી થઈ હતી. જેની જાણ તેની માતાને થતાં માતા પિતાએ નરેશભાઇના ઘરે જઇ વાતચીત કરતા કોઇ વાતનો ઉકેલ આવ્યો ન હતો અને પત્ની તરીકે રાખવાની પણ ના પડી હતી. જેથી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *