સાંઈ બાબાના અનમોલ વચન, બદલી નાખશે તમારા જીવન જીવવાનો અભિગમ

ભારતમાં હંમેશા ગુરુના આદરને સર્વોચ્ચ રાખવામાં આવ્યો છે.શીરડીના સાઈબાબા આધ્યાત્મિક ગુરુ હતા. તેમને પોતાનું આખું જીવન માનવ કલ્યાણ અને માનવતા માટે સમર્પિત કર્યું.રહસ્યમય જીવન ધરાવતા…

ભારતમાં હંમેશા ગુરુના આદરને સર્વોચ્ચ રાખવામાં આવ્યો છે.શીરડીના સાઈબાબા આધ્યાત્મિક ગુરુ હતા. તેમને પોતાનું આખું જીવન માનવ કલ્યાણ અને માનવતા માટે સમર્પિત કર્યું.રહસ્યમય જીવન ધરાવતા સાંઈએ માનવતા અને આધ્યાત્મિકતાના સંદેશ સાથે માનવજાત ને જાગૃત કરવાનું કામ કર્યું છે.

સાઈબાબા ધર્મમાં માનતા ન હતા. તે નિરાકાર માં વિશ્વાસ કરતા હતા. તેઓ કહેતા કે ‘સબકા માલિક એક હે’. તેમને તેમના ચમત્કારો અને ઉમદા કાર્યો થી માનવતાની સેવા કરી. તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશો પ્રેમ, ક્ષમા, અન્યની મદદ,દાન, સંતોષ અને ભગવાન પ્રત્યેની ભક્તિ પર કેન્દ્રિત છે ત્યારે ચાલો આપણે તેમના દ્વારા આપેલા કિંમતી ઉપદેશો વિશે જાણીએ.

સાંઈબાબાના અનમોલ વચન

જો તમે તમારા ઘરમાં ભેગા મળીને પ્રેમ સાથે રહો છો તો તમારું ઘર સ્વર્ગ સમાન બની જાય છે.

અહી માત્ર એક જ જાતિ છે, માનવતાની જાતી. એક જ ધર્મ છે, પ્રેમ નો ધર્મ, માત્ર એક જ ભાષા છે, હૃદયની ભાષા.

જે વાવશો તે જ લણશો, તેથી સારા કર્મ કરો, મોહ માયા ના જાળમાં ન ફશો.

આપણું જીવન બરફના ટુકડા સમાન છે જે દરેક સમયે પીગળી રહ્યું છે. એ પેલા કે તે ખર્ચ થઈ જાય, તેને અન્યની સેવામાં લગાવી દો.

તમે એક વ્યક્તિ નથી પરંતુ ત્રણ છો. પ્રથમ જે તમે વિચારો છો કે તમે છો. બીજુ જે અન્ય વિચારે છે અને ત્રીજું જે વાસ્તવમાં તમે છો.

મળવું અને અલગ થવું એ જીવન ની રીત છે. આપણે બધા જાણીએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ તેના હૃદયમાં અન્યને સ્થાન આપે છે ત્યારે તેનાથી અલગ થતા સમયે તેનું હૃદય રડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *