ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો દ્વારા મતદારોનો વિશ્વાસ જીતવા રેલીઓ અને સભાઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથો સાથ સોશિયલ મીડિયામાં પણ રાજકીય પોસ્ટો શેર કરી પોતાની વાહવાહી અને બીજાની ખામીઓ બતાવતી પોસ્ટો શેર કરી લોકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય જંગ શરુ થઇ ગઈ છે. ત્યારે એક યુવકે ભાજપ પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
હાલના સમયમાં ચુંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં પોલિટિકલ ઘણા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તેવામાં એક યુવકે ‘ભાજપ ભગાડો સમાજ બચાવો’ વિષય પર વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી પ્રત્યે પોતાનો આક્રોશ ઠાલવતા યુવકે કહ્યું કે, ‘ભાજપ ભગાડો સમાજ બચાવો. જે ભાજપના રાજમાં તમારી બહેન દીકરીઓને બેફામ ધોકા પડ્યા હોય… ચામડીનો કલર લાલ અને કાળો કરી દેવામાં આવ્યો હોય… તો આ પક્ષને મત અપાય ખરો…?’
વધુમાં યુવકે ઉમેરતા કહ્યું કે, ‘જે સમાજમાં તમે જન્મ લીધો છે, જે સમાજ પ્રત્યે તમને અપાર પ્રેમ છે, તે સમાજને જો અન્યાય થતો હોય.. તો હવે મત વેડફાય નહિ, તેની જવાબદારી આપણી છે.’
વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કાંટાની ટક્કર આપવા દિલ્હીની આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. દિલ્હી-પંજાબમાં આપેલી સુવિધાઓ.. જેમ કે, શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ લઈ ગુજરાત જીતવા આવેલી શિક્ષિત લોકોની પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટી તરફ ગુજરાતની યુવા પેઢી વળી છે. ગુજરાતમાં ‘એક મોકો આપને’ સાથે પરિવર્તન લાવવા આમ આદમી પાર્ટી એ તૈયારીઓ શરૂ કરી છે. એ જ બાજુ ભારતીય જનતા પાર્ટીએ પણ ‘ભરોષાની સરકાર’ સાથેના મંત્ર સાથે પોતાના વિકાસના મુદ્દાઓ લઇ ચુંટણીની તૈયારીઓ શરુ કરી દીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.