AAPના પક્ષપલટુ કોર્પોરેટરનો મોટો ધડાકો- અઠવાડિયામાં વધુ આટલા કોર્પોરેટર ભાજપમાં જોડાશે અને વિપક્ષ ખતમ થઇ જશે

સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર કનુ ગેડીયા(Kanu Gedia) આપનો છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાઈ ગયા હતા. ત્યાર પછી શુક્રવારના રોજ પહેલી મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી.…

સુરત(Surat): આમ આદમી પાર્ટી(AAP)ના કોર્પોરેટર કનુ ગેડીયા(Kanu Gedia) આપનો છેડો ફાડીને ભાજપ(BJP)માં જોડાઈ ગયા હતા. ત્યાર પછી શુક્રવારના રોજ પહેલી મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તેઓ ભાજપ પક્ષ તરફથી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પક્ષ પલટુ કોર્પોરેટર કનુ ગેડીયા એ ઓપરેશન ડિમોલેશન હેઠળ મોટું નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, ઓપરેશન ડીમોલેશન હેઠળ એક જ રણનીતિ છે, વિરોધ પક્ષને ખતમ કરવાને લઈને મોટું નિવેદન આપ્યું હતું. કર્યું હતું કે એક અઠવાડિયામાં આપના વધુ ચાર કોર્પોરેટર ભાજપમાં જોડાય જશે અને વિરોધ પક્ષ ખતમ થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મહત્વનું છે કે સુરતનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી માટે છેલ્લા ઘણા દિવસો ખૂબ જ મુશ્કેલી ભર્યા રહ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી 27માંથી 12 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને એક કોર્પોરેટર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી પાસે 14 કોર્પોરેટરો બચ્ચા છે જે તમામ પાટીદારો છે.

ત્યારે હવે પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીને મહાનગરપાલિકામાંથી ખતમ કરી દેવાની રણનીતિ ઘડી રહ્યા છે. કનુ ગેડીયાએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં હાલ 14 કોર્પોરેટરો બચ્યા છે. તેમાંથી બધું ચાર કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જાય તો ફક્ત તેમની પાસે દસ કોર્પોરેટરો જ વધશે અને વિરોધ પક્ષ પડી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની 120 બેઠકમાંથી 10% લેખે વિરોધ પક્ષ પાસે 12 કોર્પોરેટરો હોવા જરૂરી છે. જેથી ચાર કોર્પોરેટરો જો પક્ષ પલટો કરશે તો આમ આદમી પાર્ટી પાસે વિપક્ષની જરૂરિયાત કરતા ઓછું સંખ્યા બળ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *