મુસ્લિમ યુવકમાં ધબકતું થયું હિન્દુનું હૃદય! 19 વર્ષીય યુવક બ્રેઈનડેડ જાહેર થતા પરિવારે અંગદાનનો નિર્ણય કરી ચાર વ્યક્તિઓને બક્ષ્યું નવજીવન

Published on Trishul News at 5:41 PM, Sat, 12 November 2022

Last modified on November 12th, 2022 at 5:41 PM

હાલ સુરત (Surat)ના વધુ એક પરિવારે અંગદાન(organ donation) કરી માનવતા મહેકાવી છે. સુરત હવે માત્ર ડાયમંડ સિટી(Diamond City) જ નહીં, પરંતુ અંગદાનના શહેર તરીકે પણ જાણીતું થઈ રહ્યું છે. મળતી માહિતી અનુસાર, સુરતના રહેવાસી 19 વર્ષીય યુવક બ્રેઈનડેડ જાહેર થતાં તેના પરિવારે અંગદાનનો નિર્ણય કરી માનવતા મહેકાવી છે. આ યુવક બ્રેઈનડેડ(brain dead) જાહેર થયા બાદ તેનું લીવર, હૃદય તેમજ કિડનીનું દાન કરી કુલ ચાર વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું છે.

જાણવા મળ્યું છે કે, દાનમાં આપવામાં આવેલ હૃદય અમદાવાદમાં સુરેન્દ્રનગરના 22 વર્ષીય મુસ્લિમ યુવકમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. અર્જુન રાકેશભાઈ રાઠોડ સુરત નજીક આવેલા કોઠારના નવા ફળિયા ખાતે રહેતો હતો. તેમજ તે ટેક્ષટાઈલ યુનિટમાં કામ કરતો હતો. આ દરમિયાન 8 નવેમ્બરના રોજ અર્જુન મિત્ર સાથે કઠોર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રાત્રિના 9:30 આસપાસ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે તાત્કાલિક પણે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબો દ્વારા અર્જુનને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.

અર્જુનને બ્રેઈનડેડ જાહેર કરતા ડોક્ટર મેહુલ પંચાલે અર્જુનના માતા પુષ્પાબેન, ભાઈ કરણ સહિત પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા જણાવી હતી. તેમજ તેનું મહત્વ પણ સમજાવ્યુ હતું. જેથી તેના પરિવારે એવું વિચાર્યું કે, તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અમને શું વાંધો હોય. આ રીતે તેઓએ અંગદાનની સંમતિ આપી માનવતા મહેક આવી હતી. જાણવા મળ્યું છે કે એપ્રિલ 2021માં અર્જુનના પિતાનું કરંટ લાગવાને કારણે દુઃખદ અવસાન થયું હતું.

પરિવારની સંમતિ મળતા SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દાનમાં મેળવવામાં આવેલ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરના રહેવાસી 22 વર્ષીય મુસ્લિમ યુવકમાં કરવામાં આવ્યું હતું. આ સિવાય એક કિડની નું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 40 વર્ષિય વ્યક્તિમાં તેમજ બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી 46 વર્ષીય વ્યક્તિમાં કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિમાં લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "મુસ્લિમ યુવકમાં ધબકતું થયું હિન્દુનું હૃદય! 19 વર્ષીય યુવક બ્રેઈનડેડ જાહેર થતા પરિવારે અંગદાનનો નિર્ણય કરી ચાર વ્યક્તિઓને બક્ષ્યું નવજીવન"

Leave a comment

Your email address will not be published.


*