બોલો કષ્ટભંજન દેવની જય… આજે સાળંગપુરમાં દાદાએ ધારણ કર્યો અમેરિકન ડોલરનો હાર- અહીં ક્લિક કરી LIVE દર્શન કરો

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધર્નુમાસમાં રોજ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. આ શણગારને નિહાળવા દર્શન માટે રોજ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા…

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધર્નુમાસમાં રોજ વિશેષ શણગાર કરવામાં આવી રહ્યો છે. આ શણગારને નિહાળવા દર્શન માટે રોજ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. તા. ૨૮-૧૨-૨૦૨૨ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્‍ય શણગાર કરવામાં આવ્યા છે.

શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે ડોલરનો હાર હનુમાનજીને પહેરામાં આવ્યો છે. આજે સવારે ૫:૩૦ વાગે મંગળા આરતી અને પૂજારી કરવામાં આવી હતી ત્યારે ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. ૭ વાગે શણગાર આરતી કરવામાં આવી અને ત્યાર બાદ ૭:૩૦ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી.

આ મૂર્તિની સ્થાપના ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના અંતધ્યાન બાદ અનાદિ મૂળ અક્ષરમૂર્તિ યોગીવર્ય સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

ભાવનગરથી માત્ર ૮૨ કી.મી. દુર સાળંગપુર આવેલુ છે. આ મંદિરમાં હનુમાનજીની ખુબજ સુંદર અને અદ્ભુત શણગાર કરવામાં આવે છે. આ મંદીર ખુબ જ પ્રભાવક અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે.

સાળંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાસ કરીને શનિવારે ખુબજ ભીડ હોય છે. સાળંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના પરિસરમાં ૧,૩૫,૦૦૦ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં હનુમાનજીની પંચધાતુમાંથી બનેલી ૫૪ ફૂટની વિરાટકાય મૂત પ્રસ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિનું ૩૦ હજાર કિલો વજન વળી બની રહી છે.

સાળંગપુરમાં હનુમાન દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહી લોકોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. સાળંગપુર ગામ બોટાદ જિલ્લામાં આવેલું છે જ્યાં કષ્ટભંજન હનુમાનજીની મૂર્તિ છે જે વિક્રમ સવંત 1905માં સ્વામિનારાયણ સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *