ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે ગૌમાંસનું વેચાણ- સુરતમાંથી ઝડપાયું 63 કિલો ગૌમાંસ અને 2 ઈસમોની ધરપકડ

Surat News: પ્રતિબંધ હોવા છતાં સુરત શહેરમાં ગૌ માંસ વેચાતું હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠતી હોય છે, ત્યારે આજે ચોંકાવનારી ઘટના બની છે. સુરત શહેરના કોટ…

Surat News: પ્રતિબંધ હોવા છતાં સુરત શહેરમાં ગૌ માંસ વેચાતું હોવાની અનેકોવાર ફરિયાદ ઉઠતી હોય છે, ત્યારે આજે ચોંકાવનારી ઘટના બની છે. સુરત શહેરના કોટ વિસ્તારમાં લાંબા સમયથી ગૌ માંસ(Surat News) વેચાતું હોવાની બાતમી ગૌ રક્ષકોને મળી હતી, જેના આધારે તપાસ કરવામાં આવતા ઈસમો દ્વારા ખુલ્લેઆમ ગૌ માંસ વેચવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી.ત્યારે રેઈડ કરી બે ઈસમોને 63 કિલો ગૌ માંસ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

સલાબતપુરામાંથી ઝડપાયું 63 કિલો ગૌમાંસ
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌ માંસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમ છતાં ઘણી જગ્યાએ કેટલાક કસાઈ દ્વારા ગૌ માંસનું વેચાણ થતું રહે છે. જેની અનેકોવાર ફરિયાદ મળતી રહે છે.ત્યારે આજે સલાબતપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.જેમાં બાતમીના સ્થળ પર તપાસ કરતા 63 કિલો જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. જ્યારે માંસનું ગેરકાયદે વેચાણ કરનારા બે ઈસમોને ઝડપી લેવામાં આવ્યાં હતાં અને 3ને વોન્ટેડ જાહેર કરાયા છે.

બાતમીના આધારે કરી રેડ
રૂસ્તમપુરાના અકબર શહીદના ટેકરા ખાતે આવેલા એક મકાનમાં ગૌ માંસ વેચાઈ રહ્યું હતું. પોલીસે છાપો માર્યો તો એવી હકીકત બહાર આવી કે છેલ્લાં ઘણા સમયથી અહીં ગૌમાંસ વેચાતું હતું. ગૌ રક્ષકોની ટીમને આ અંગે બાતમી મળી હતી. તે બાતમીના આધારે છાપો મારવામાં આવ્યો હતો.ઘટના સ્થળેથી બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે ત્રણથી વધુ લોકોને વોન્ટેડ જાહેર કરાયા હતાં. યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.