રાજુલા હાઇવે પર સિંહ પરિવારની લટાર- મધરાતે રસ્તા પર આવી જતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં, જુઓ વીડિયો

Lion Family Stroll: વન્યજીવો દિવસેને દિવસે માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા હોવાની ઘટના વારંવાર સામે આવી રહ્યા છે. ત્યારે રહેણાક વિસ્તાર બાદ હવે ઉદ્યોગ ઝોનમાં પણ વનરાજના આંટાફેરા વધી ગયા છે. અમરેલી પીપાવાવ પોર્ટમાં રાત્રિના સમયે સિંહ પરિવારની લટારનો(Lion Family Stroll) વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.જેમાં જેવા મળે છે કે, સિંહ પરિવારે પીપાવાવ પોર્ટ હાઇવે ક્રોસ કરતાં થોડીવાર માટે વાહનોના પૈડાં થંભી જાય છે.

4 સિંહ મોજથી ફરતા દેખાયા
સ્થાનિકોએ આ સમગ્ર વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. જાણે જંગલ હોય તેવી રીતે લટાર મારતા સિંહ જોવા મળ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. અમરેલી વિસ્તારનો આ વીડિયો છે. જેમાં પીપવાવ પોર્ટમાં રાત્રિ દરમ્યાન 4 સિંહ ફરતા દેખાઈ રહ્યા છે. દરિયાકાંઠો બારેમાસ ઠંડો વિસ્તાર રહેતો હોવાના કારણે વાતાવરણ સિંહ અને માફક આવી ગયું છે અને એમનો વસવાટ વધી રહ્યો છે. સિંહ સામાન્ય રીતે હુમલો કરવાની કોશિશ ક્યારેક ભાગ્યે જ કરે છે તેવું જોવા મળતું હોય છે.

સિંહને જોઈને બાઈક ચાલકએ માર્યો યુ ટર્ન
સામે આવેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, રાત્રીના સમયે એક સાથે 4 સિંહો શિકારની શોધમાં હાઇવે ઉપર આવતા ટ્રક ચાલક સિંહને જોઇ ધીરે ધીરે જઇ રહ્યો છે, ત્યારે સામેથી બાઇક ચાલક આવી જતા ઓચિંતા સિંહોને જોઇ બાઇક ચાલકે તુરંત જ યુટર્ન મારી દીધો હતો. જોકે સિંહોએ કોઈ હુમલાનો પ્રયાસ કર્યો ન હતો.

છાશવારે આવી ચડે છે સિંહ
અહીં સરકાર દ્વારા રાજુલા જાફરાબાદના સિંહોની સુરક્ષા માટે શેત્રુંજી ડિવિઝન ખાસ ઉભું કરવામાં આવ્યું છે જિલ્લામાં ત્રણ ત્રણ ડિવિઝન છે છતાં સિંહો અહીં છાશવારે રોડ રસ્તા ઓ અને ખાસ કરી પીપાવાવ પોર્ટ પર આવી ચડે છે ત્યારે સિંહોને અહીંથી સુરક્ષિત રીતે પોર્ટ વિસ્તાર આસપાસ થિ દૂર ખસેડવા માંગ થઈ રહી છે સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેરના જણાવ્યા અનુસાર અહીં 100 જેટલા સિંહો જાફરાબાદ રાજુલામાં વસી રહ્યા છે જેથી અહીં સરકાર દ્વારા અભ્યારણ બાનવવા માં આવે તેવી માંગ કરી રહ્યા છે જે રાજકારણ પણ હોઈ શકે પરંતુ સિંહો છાશવારે રોડ રસ્તા પર આવી જવાની ઘટના સામાન્ય બની રહી છે ત્યારે દરિયાઈ જેટી પાસે સિંહો પહોંચી જતા અહીં વન વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું.