1 જાન્યુઆરીથી સંપૂર્ણ બંધ થઇ જશે સિગારેટ-તમાકુનું વેચાણ, સ્વાસ્થ્ય મંત્રીએ કરી મોટી જાહેરાત

ન્યુઝીલેન્ડ (New Zealand)ની સંસદમાં નવો કાયદો પસાર કરવામાં આવ્યો છે. જેમાં સરકારની એક યોજના છે કે આવતા વર્ષથી એટલે કે 2023થી તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. 1 જાન્યુઆરી, 2009 ના રોજ અથવા તે પછી જન્મેલા કોઈપણ વ્યક્તિને તમાકુ(tobacco) ક્યારેય વેચવામાં આવશે નહીં. એટલે કે આવનારી પેઢીનો કોઈ વ્યક્તિ ક્યારેય સિગારેટ(cigarettes) કે તમાકુની બનાવટો ખરીદી શકશે નહીં.

બીબીસીના અહેવાલ અનુસાર, બિલ રજૂ કરનાર સ્વાસ્થ્ય મંત્રી આયેશા વેરાલે કહ્યું કે, “હજારો લોકો લાંબુ, સ્વસ્થ જીવન જીવશે અને ધૂમ્રપાનથી થતા રોગો માટે સારવારની જરૂર નહીં પડે. આનાથી આરોગ્ય પ્રણાલીમાં સુધારો થશે. હું કહી શકું છું કે આપણે ભવિષ્યમાં ધૂમ્રપાન ખતમ કરી દઈશું.

રિપોર્ટ અનુસાર ન્યૂઝીલેન્ડમાં ધૂમ્રપાનનો દર પહેલાથી જ ઘણો ઓછો છે. જો તમે નવેમ્બરમાં જાહેર કરાયેલા સરકારી આંકડાઓ પર નજર નાખો તો, ફક્ત 8% પુખ્ત વયના લોકો દરરોજ ધૂમ્રપાન કરે છે. ગયા વર્ષની સરખામણીમાં આ સંખ્યા 9.4% ઓછી છે. નવા બિલથી 2025 સુધીમાં આ સંખ્યામાં 5%નો ઘટાડો થશે અને ધીમે ધીમે ધૂમ્રપાનનું ચલણ બંધ થઈ જશે તેવી અપેક્ષા છે.

શું ફેરફારો થશે?
– સિગારેટ વેચતા વિક્રેતાઓની સંખ્યા 6,000 થી ઘટાડીને 600 કરવામાં આવશે.
– વ્યસન ઘટાડવા માટે તમાકુ ઉત્પાદનોમાં નિકોટિનનું સ્તર ઘટાડશે
– 2027 થી, 14 વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના વ્યક્તિને સિગારેટનું વેચાણ ગેરકાયદેસર ગણવામાં આવશે.
– પછી તે પ્રતિબંધ તે વ્યક્તિના આખા જીવન માટે લાગુ પડશે.
– એ જ રીતે, 2073 સુધીમાં, 60 વર્ષની વ્યક્તિ પર સિગારેટ ખરીદવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

ટીકા થઈ રહી છે:
આ દરમિયાન સંસદમાં કેટલાક નેતાઓ બિલના વિરોધમાં પણ હતા. તેમણે ચેતવણી આપી હતી કે આનાથી તમાકુ ઉત્પાદનો માટે કાળા બજાર થઈ શકે છે અને નાની દુકાનો ખતમ થઈ જશે. ACT પાર્ટી (એસોસિએશન ઑફ કન્ઝ્યુમર્સ એન્ડ ટેક્સપેયર્સ) ના ડેપ્યુટી લીડર બ્રુક વાન વેલ્ડેને કહ્યું કે, કોઈ પણ લોકોને ધૂમ્રપાન કરતા જોવા નથી માંગતો, પરંતુ સત્ય એ છે કે કેટલાક લોકો હજુ પણ કરે છે અને કરશે. તેમણે કહ્યું કે આ બિલથી ઘણી સમસ્યાઓ આવી શકે છે.

પહેલાથી જ નિયમો શું છે?
– 18 વર્ષ કે તેથી ઓછી ઉંમરના લોકો સિગારેટ ખરીદી શકતા નથી
– તમાકુના પેક ગ્રાફિક આરોગ્ય ચેતવણીઓ સાથે વેચવામાં આવશે
– સિગારેટ માત્ર સ્ટાન્ડર્ડ પેકમાં જ વેચવામાં આવશે.

જાણવા મળ્યું છે કે, ન્યુઝીલેન્ડે પણ તાજેતરના વર્ષોમાં સિગારેટ પરના ટેક્સમાં નોંધપાત્ર વધારો કર્યો છે. ઘણી આરોગ્ય એજન્સીઓએ આ નવા ફેરફારને આવકાર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *