સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર સહીત 8 સામે સુશાંત સિંહ રાજપૂતને આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો કેસ થયો

એડવોકેટ સુધીરકુમાર ઓઝા (Advocate Sudhir Kumar Ojha) એ જણાવ્યું કે, મેં બિહારના મુઝફ્ફરપુરની એક અદાલતમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસમાં આઈપીસીની કલમ 306, 109, 504 અને 506 હેઠળ કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સલમાન ખાન અને એકતા કપૂર સહિત 8 લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

વધુમાં એડવોકેટ સુધીરકુમાર ઓઝાએ જણાવ્યું કે, ફરિયાદમાં મેં આરોપ લગાવ્યો છે કે સુશાંત સિંહ રાજપૂતને લગભગ સાત જેટલી ફિલ્મોમાંથી હટાવવામાં આવ્યા હતા અને તેમની કેટલીક ફિલ્મ્સ રિલીઝ કરવામાં આવી ન હતી. આવી પરિસ્થિતિ ઉભી થઈ જેણે તેને આત્કમહત્યાનું પગલું ભરવાની ફરજ પડી.

ખરેખર, સુશાંતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી નેપોટીઝ્મની ચર્ચા શરૂ થઈ છે. અને આ બાબતે સ્ટાર કિડ્સ નિશાના પર છે. સાથે સાથે સ્ટાર કિડ્સને લોન્ચ કરીને કરન જોહર પોતાની સફળતાની સીડી બનાવે છે. તે આરોપ સાથે કરણ પણ વિવેચકોના નિશાને છે.

આ પહેલા અનુરાગ કશ્યપના ભાઈ અભિનવ કશ્યપે સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે એક લાંબો ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં અભિનવે સુશાંતના આપઘાત કેસની વિસ્તૃત તપાસની માંગ કરી છે અને આ પત્રમાં ઘણી ગંભીર બાબતો કહી છે.

આ પહેલા સુશાંત સિંહ રાજપૂત રવિવારે તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. તે 34 વર્ષનો હતો. તેણે એન્જિનિયર બનવાનો અભ્યાસ કર્યો હતો, તે બેકગ્રાઉન્ડ ડાન્સરથી લઈને ટેલિવિઝન સ્ટાર બની ગયો હતો અને છેવટે સાત વર્ષ પહેલાં જ રજૂ થયેલી તેની પ્રથમ ફિલ્મ, કાઈ પો છે સાથે તેની બોલિવૂડમાં પ્રવેશ થયો હતો. અભિનેતાને એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી અને છિછોરે જેવી ફિલ્મોમાં કામ કરીને સફળતા મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *