ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની વાત કરવામાં આવે તો હાલમાં દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખ્યા છે. જયારે ભાજપના પ્રવક્તા કહેવાતા સંબિત પાત્રા આજે સુરતનની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં ભાજપના મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યા પછી તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કેટલાક મુદ્દાઓ ઉપર તેમને વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી. મોદી સરકારે કરેલા વિકાસના કામો અંગે વાત કરી હતી. પરંતુ પત્રકારો દ્વારા પ્રશ્નો કરતા કેટલાક મુદ્દાઓને લઈને ગોળ ગોળ જવાબો આપ્યા હતા. જેમાં મોંઘવારી મુદ્દે કઈ જવાબ આપી શક્યા ન હતા.
મોંઘવારી મુદે પાત્રાનું મૌન વ્રત
જે સ્પીડથી દેશમાં મોંઘવારી વધી રહી છે. તેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર આર્થિક બોજ વધી રહ્યું છે. તમામ ખાદ્ય ચીજ વસ્તુઓથી લઈને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતા કીમત આસમાને પહોંચી ગઈ છે. ત્યારે આ બાબતે પત્રકારો દ્વારા સંમિત પાત્રાને મોંઘવારીના મુદ્દે પ્રશ્નો પૂછવામાં આવતા તેમણે આ જવાબનો ટાળવાનો પ્રયાસ કર્યો હોય તે રીતે કહ્યું કે, સતત દેશ પ્રગતિ કરી રહ્યો છે. આર્થિક મોરચા ઉપર ખૂબ આગળ વધી રહ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક સ્થાનમાં ભારત ખૂબ આગળ વધી રહ્યો હોવાની વાત કરતા રહ્યા હતા. પરંતુ મોંઘવારી અત્યારે સામાન્ય પ્રજાને નડે છે કે, કેમ તેને લઈને તેમનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
કોંગ્રેસ રાહુલ ગાંધીને કેટલી વખત માર્કેટમાં લાવશે
રાહુલ ગાંધી અંગે તેમણે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, તેઓ ભારત જોડો નહીં પરંતુ ભારત તોડો યાત્રા કરી રહ્યા છે. આટલા વર્ષો સુધી તેમનું દેશમાં શાસન રહ્યું હતું. છતાં પણ અત્યારે તેમને ભારત જોડવાની ફરજ પડી રહી છે. જોકે આ યાત્રા રાહુલ ગાંધીને ફરી એક વખત રાજનીતિમાં માર્કેટિંગ કરવા માટેની છે. પરંતુ હવે રાહુલ ગાંધીમાં ફ્યુલ પણ પૂરું થઈ ગયું છે. રાહુલ ગાંધીના નેતાઓ જ તેમનું માનતા નથી. ગઈ કાલે મહુવા ખાતેની તેમની સભામાં હિન્દીમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરતી વખતે ભરતસિંહ સોલંકીએ ટ્રાન્સલેશન કરવાનું બંધ કરી દીધું હતું.
ભાજપમાં આદિવાસીઓને માટે અગત્યનું સ્થાન
ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલા આદિવાસીને રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ સ્થાન ઉપર બિરાજમાન કર્યા છે. રાહુલ ગાંધી કાયમ એકની એક ટેપ વગાડતા રહે છે. આદિવાસીઓની જમીન છીનવાય છે. આદિવાસીઓ સાથે અન્યાય થાય છે. પરંતુ ગુજરાતની અંદર જે વિકાસ થઈ રહ્યો છે. તેમાં આદિવાસીઓનો ફાળો ખૂબ વધુ છે. આદિવાસીઓની કોઈ પણ જગ્યા સરકાર દ્વારા જબરજસ્તીથી લેવામાં આવી નથી. ભાજપ સાથે આદિવાસીઓ જોડાઈ ગયા છે અને તેનું પરિણામ દેખાઈ રહ્યું છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.