હવામાન વિભાગની ગરમી અને માવઠા લઈને મોટી આગાહી- જાણો ગુજરાતમાં આગામી 4 દિવસ કેવું રહેશે વાતાવરણ

Gujarat weather forecast: ગુજરાત (Gujarat)માં હાલ કાળઝાળ ગરમી (Heatwave forecast)ની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ (india meteorological department) દ્વારા…

Gujarat weather forecast: ગુજરાત (Gujarat)માં હાલ કાળઝાળ ગરમી (Heatwave forecast)ની સાથે સાથે બફારાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ (india meteorological department) દ્વારા આગામી ચાર દિવસ વાતાવરણ સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમદાવાદ શહેરમાં યલો એલર્ટ રહેવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે, શહેરમાં તાપમાન 41થી 43 ડિગ્રી વચ્ચે નોંધાવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવનાઓ નથી. ગુજરાતમાં હાલ માવઠાની કોઇ આગાહી (Mawtha forecast) કરવામાં આવી નથી.

હવામાન અંગે આગાહી કરતા અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિકે જણાવતા કહ્યું હતું કે, આગામી 5 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. ગુજરાતનું હવામાન સૂકું રહેશે અને તાપમાનની વાત કરીએ તો તેમાં મોટા ફેરફાર થવાની કોઈ શક્યતાઓ નથી. જોકે, અમદાવાદમાં આકરી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજના દિવસે અમદાવાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન તાપમાન 43 ડિગ્રીની આજુબાજુ રહેવાની શક્યતા છે. જોકે, આજથી રાજ્યમાં આગામી ચાર દિવસ મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, ગુજરાતમાં હાલ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો ગઇકાલે દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યા હતા. આ પવનો અરબી સમુદ્ર પરથી આવતા હોવાથી ભેજ લઈને આવે છે. જેના લીધે આપણને હાલ ગરમીની સાથે ભેજનો અનુભવ થવાથી મુંજારો પણ થઇ રહ્યો છે. આગામી પાંચ દિવસ દરમિયાન ભેજનું પ્રમાણ રહેશે પરંતુ વરસાદ થવાની કોઈ સંભાવના નથી.

ચોમાસા અંગે હવામાન વિભાગના (india meteorological department) વૈજ્ઞાનિકને પૂછતા તેમણે જણાવતા કહ્યું હતું કે, ચોમાસા અંગે કોઈ અનુમાન કરવું ઉતાવળ ભર્યું રહેશે. આ સિવાય આંદામાન અને નિકોબાર સુધી ચોમાસું પહોચ્યું હોવાનું તેમણે કહ્યું હતું. આવનારા સમયમાં સિસ્ટમ મજબૂત થતા વધુ સ્પષ્ટ આગાહી કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *