આવી દયનીય હાલત છે સરકારી હોસ્ટેલના વિદ્યાર્થીઓની… રહેવાથી લઈને એવું જમવાનું મળે છે કે, ઢોર પણ મોઢું ના લગાડે

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ની સમરસ હોસ્ટેલ(Samaras Hostel)માં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓને પડી રહેલી સમસ્યાઓની જો વાત કરવામાં આવે તો, અહિયાં એટલે કે હોસ્ટેલમાં સવારે જ્યારે વિદ્યાર્થીઓ ઉઠીને…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ની સમરસ હોસ્ટેલ(Samaras Hostel)માં અભ્યાસ કરી રહેલા વિધાર્થીઓને પડી રહેલી સમસ્યાઓની જો વાત કરવામાં આવે તો, અહિયાં એટલે કે હોસ્ટેલમાં સવારે જ્યારે વિદ્યાર્થીઓ ઉઠીને તૈયાર થવા નાહવા માટે જાય છે, ત્યારે નાહવાનું પાણી ક્યારેક ક્યારેક આવતું નથી અને આજે પાણી આવતું હતું તો ભર શિયાળે ઠંડુ પાણી આવતું હોવાનું કારણે, ઠંડા પાણીથી નાહવા મજબુર બન્યા હતા. ક્યારેક તો એવું પણ બને છે કે, પાણી આવીને અચાનક જ આવતું બંધ થઈ જાય છે, જેને કારણે વિધાર્થીઓએ ડરે છે અને એક સાથે 2 વિદ્યાર્થીઓ નાહવા માટે જાય છે અને જો કામવાળા બહેન આવે તો નાહવામાં શરમ આવે છે. સાથે જ જોઈ કોઈ વિધાર્થીને સંડાસ જવું હોય તો સંડાસમાં પણ નળ તૂટેલા અથવા પાણી આવતું નથી. વિધાર્થીઓએ એકબીજાને ફોન કરીને પૂછે છે કે કયા માળે પાણી આવે છે. જે વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી છે.

મહત્વનું છે કે, સવારે વિદ્યાર્થીઓને જે નાસ્તો આપવામાં આવે છે તે નાસ્તામાં પણ કોઈ જાતના ઠેકાણા હોતા નથી. સવારે ચણા અને મગ નાસ્તામાં હોય છે અને જેનો સ્વાદ તીખો હતો જેથી વિદ્યાર્થીઓ સરખી રીતે ખાઈ નથી શકતા. આ ઉપરાંત તેની સાથે એક ચા આપવામાં આવતી હતી જે એક નાના કપમાં આપવામાં આવતી હતી અને એ પણ એક જ વખત આપવામાં આવે છે. મહત્વનું છે કે, ચા 80 ml આપવામાં આવે છે જેની સામે વિધાર્થીઓ દ્વારા સવાલ કરવામાં આવે તો ટેન્ડરમાં આટલી જ આવશે તે પ્રકારના જવાબ આપવામા આવે છે. જેને કારણે વિદ્યાર્થીઓએ બહાર જઈને ચા નાસ્તો કરવો પડે છે.

અત્રે ઉલ્લખનીય છે કે, વિધાર્થીઓને બપોરે જમવાનું આપવામાં આવે છે તેમા પણ રોટલી કાચી કે બળેલી હોય છે. સાથે જ આવી રોટલી લેવા પણ લાંબી લાઇન લાગે છે ત્યારે માત્ર એક રોટલી મળે છે. રોટલી પણ પુરી થઈ જાય છે. શાક ખાવામાં આવે તો શાકમાં ક્યારેક મોળું હોય તો ક્યારેક ખારું એટલે કે જે સ્વાદ મળવો જોઈએ તે પ્રકારનો સ્વાદ મળતો જ નથી. રાતના જમવાના પણ આ પ્રકારની જ સમસ્યા હોય છે એટલે હવે હોસ્ટેલના વિદ્યાર્થીઓ કંટાળી ગયા છે. વિદ્યાર્થીઓ પૈસા આપીને પણ સારી સગવડ મળે તેવી હોસ્ટેલ પાસે આશા રાખી રહ્યા છે.

મહત્વનું છે કે, આ સિવાય પીવાનું પાણી પીવા માટે ઉપરના માળે જવું પડે છે જેમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ખુબ જ મુશ્કેલી પડે છે. આ સાથે હોસ્ટેલમાં સાફ સફાઈનો પ્રશ્ન પણ રહે છે. જે ટેબલ પર બેસીને વિધાર્થીઓને જમવાનું હોય તે ટેબલ ધૂળ ખાતા નજરે ચડે છે. સમગ્ર રૂમમાં પણ એક જ પોતાથી પોતું કરવામાં આવે છે જેથી રૂમ ગંદાને ગંદા જ રહે છે. મહત્વનું છે કે, જમ્યા બાદ કે નાસ્તો કર્યા બાદ એઠવાડનો નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે વિદ્યાર્થીઓમાં બીમારી પ્રસરવાનો ડર રહે છે.

એક વિદ્યાર્થીએ તેમણે પડી રહેલી સમસ્યાને લઈને કહ્યું હતું કે, અમને અહીં બ્લેક એન્ડ વ્હાઈટ રોટલી મળી રહી છે. એટલે એક બાજુ રોટલી કાચી હોય છે અને બીજી બાજુ રોટલી બળી ગયેલી હોય છે. રોટલીમાં કોઈ સ્વાદ હોતો જ નથી. શાકની અંદર પણ આવું જ હોય છે, કોઈ સ્વાદ જ નથી હોતો તેવું કહીએ તો પણ ચાલે. તેમજ સાથે-સાથે રોટલી ખુટી જાય છે અને લાંબા સમય સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે. એક સાથે 50 જેટલા વિદ્યાર્થી આવી ગયા હોય તો બહુ મુશ્કેલી થાય છે. હોસ્ટેલમાં જે ભોજનની સામગ્રી આવે છે એ પણ ખરાબ ગુણવતા વાળી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *