સેમસંગનો ફોલ્ડેબલ ફોન ભારતમાં આજે થઇ રહ્યો છે લોન્ચ, કિંમત છે દોઢ લાખ સુધી..

Samsung galaxy fold ને આજે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. તેને કંપનીએ ગયા અઠવાડિયે અમેરિકામાં લૉન્ચ કર્યો હતો. ઇવેન્ટ દરમિયાન ગેલેક્સી ફોલ્ડર ની કિંમત અને તે ક્યાંથી મેળવી શકાશે તેની જાણકારી આપવામાં આવશે. ભારતમાં તેની કિંમત લગભગ એક લાખ ચાલીસ હજાર રૂપિયા છે.

Samsung galaxy fold માટે ઇન્ડિયા લોન્ચ ઇવેન્ટ ની શરૂઆત આજે 12:00 વાગે થશે.આ ઇવેન્ટમાં ભારતીય બજાર માટે fordable ફોનની કિંમત અને તે ક્યાંથી મેળવી શકાશે તેની જાણકારી આપવામાં આવશે. પૂરી સંભાવના છે કે ફોનની કિંમત ઓછી નહિ હોય અને તે કેટલાક ખાસ રિટેલ સ્ટોર પર જ મળશે.

Samsung galaxy ફોલ્ડની વિશેષતાઓ.

આ સ્માર્ટફોનમાં બહારની બાજુ 4.5 એચડી પ્લસ સુપર એમો એલઈડી ડિસ્પ્લે છે.તેમજ અંદરની તરફ સાત પોઇન્ટ ત્રણ ઇંચ ટુ એક્સ જે પ્લસ ડાયનેમિક એમએલડી ડિસ્પ્લે આપવામાં આવી છે. સાથે જ 12 જીબી રેમ અને 512 gb સ્ટોરેજ આપવામાં આવી છે.

ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી માટે કુલ છ કેમેરા આપવામાં આવ્યા છે. અહીંયા પાછળ ત્રિપલ કેમેરા સેટપ આપવામાં આવ્યું છે. તેમજ ફોલ્ડ થયા બાદ બહારની તરફ 10 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *