હાલ ભારત(India) માટે એક ગૌરવના સમાચાર મળી આવ્યા છે. પિતા સાથે પાન વેચતા સંકેત સરગરે(Sanket Sargar) કોમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games)માં દેશનો પહેલો મેડલ જીત્યો છે. તેણે વેઈટલિફ્ટિંગ (Weightlifting)ની 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સંકેતના પિતા મહાદેવ સરગર મહારાષ્ટ્ર (Maharashtra)ના સંગરુરના મુખ્ય બજારમાં પાન અને ચાની દુકાન ચલાવે છે. સંકેત પણ પિતાના કાર્યમાં મદદ કરે છે.
સંગરુર જિલ્લા વેઈટલિફ્ટિંગ એસોસિએશનના પ્રમુખ સુનીલ નાઈકે જણાવ્યું કે, સંકેત 2013થી વેઈટલિફ્ટિંગ કરી રહ્યો છે. તે ડિસ્ટ્રિક્ટ કોચ મયુર હેઠળ તાલીમ લઈ રહ્યો છે. સંકેતના પિતા સંગરુર શહેરના મુખ્ય ચોકમાં ચા અને પાનની દુકાન ચલાવે છે. સંકેતને બે ભાઈ અને એક બહેન છે. તેની નાની બહેને પણ ખેલો ઈન્ડિયા કોમનવેલ્થ ગેમ્સમાં મહારાષ્ટ્ર માટે ગોલ્ડ જીત્યો છે.
કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ 2017થી શરૂ થઈ ગઈ હતી:
સુનીલ નાઈકે જણાવ્યું કે, સંકેતે 2017થી જ કોમનવેલ્થ ગેમ્સની તૈયારી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન સંકેત કોચ મયુર સાથે દિવસમાં સાત કલાક પ્રેક્ટિસ કરતો હતો. આ પછી તેની પસંદગી રાષ્ટ્રીય શિબિર માટે કરવામાં આવી હતી. ત્યારબાદ તેણે મુખ્ય કોચ વિજય શર્માના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી. સંકેતે ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનમાં પણ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે.
ઈજાથી પરિવાર અને કોચ પરેશાન:
કોચ મયુરે કહ્યું કે, તેને ગોલ્ડની આશા હતી. જ્યારે તે 248 કિલો વજન સાથે ટોપ પર ચાલી રહ્યો હતો ત્યારે આ આશા પુરી થતી જણાતી હતી, પરંતુ અંતિમ વજન ઉપાડતી વખતે તેના હાથમાં ઈજા થઈ હતી. વધુમાં કોચે જણાવ્યું કે, અમે ભગવાનને માત્ર પ્રાર્થના કરીએ છીએ કે તેને ગંભીર ઈજા ન થાય. પિતા મહાદેવ સરગરે પણ કહ્યું હતું કે અમારી ચિંતા પુત્રની ઈજાની છે. દીકરાએ મેડલ જીતીને અમારું નામ રોશન કર્યું છે.
સંકેતે સ્નેચના પહેલા જ પ્રયાસમાં 107 કિલો વજન ઉપાડ્યું હતું. તેણે બીજા પ્રયાસમાં 111 કિલો અને ત્રીજા પ્રયાસમાં 113 કિલો વજન ઉપાડ્યું. સંકેતે તેના પ્રથમ ક્લીન એન્ડ જર્ક પ્રયાસમાં 135 કિલો વજન ઉપાડ્યું, પરંતુ તેનો બીજો અને ત્રીજો પ્રયાસ નિષ્ફળ ગયો. તે 248 KG સાથે બીજા ક્રમે રહ્યો હતો. મલેશિયન વેઈટલિફ્ટરે કુલ 249 KG ઉપાડ્યું અને માત્ર 1 KGના માર્જિનથી સંકેતને પાછળ છોડી દીધો.
કોમનવેલ્થ ગેમ્સ, 2018માં પણ મલેશિયાએ ગોલ્ડ, ભારતે સિલ્વર અને શ્રીલંકાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સંકેતે NIS પટિયાલામાં રહીને વેઈટ લિફ્ટિંગની તાલીમ લીધી છે.
55 કિગ્રા વજન વર્ગમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક:
સંકેતના કોચ વિજય શર્મા છે. સંકેતે 2013માં વેઈટલિફ્ટિંગની શરૂઆત કરી હતી. સંકેતના પિતા ખેડૂત છે. વેઈટ લિફ્ટિંગને લઈને પરિવારમાં સકારાત્મક વાતાવરણ છે. સંકેતની નાની બહેન કાજલ પણ વેઈટલિફ્ટર છે. 21 વર્ષીય સંકેત કોલ્હાપુરની શિવાજી યુનિવર્સિટીમાં ઈતિહાસનો વિદ્યાર્થી છે.
સંકેત જે પહેલા ચેમ્પિયન રહી ચુક્યો છે:
સંકેત ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2020 અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020નો ચેમ્પિયન હતો. આ સાથે, તે હવે 55 કિગ્રા વર્ગમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક (સ્નેચ 108 કિગ્રા, ક્લીન એન્ડ જર્ક 139 કિગ્રા અને કુલ 244 કિગ્રા) છે. સંકેતે સિંગાપોર ઇન્ટરનેશનલ 2022માં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.