14 જાન્યુઆરીનાં રોજ મકરસંક્રાંતિની ઉજવણી થાય ત્યારે પોષ સુદ એકમે પુણ્યકાળનો સંયોગ બની રહ્યો છે. ત્યારે કાશીના એક પંડિત ગણેશ મિશ્રના કહેવા મુજબ આ દિવસે 9 કલાકના પુણ્યકાળનો સંયોગ બને છે. તે ઉપરાંત આ દિવસે સવારમાં નદીમાં સ્નાન કરી , સુર્યની પૂજા કરવી તેમજ દાન કરી દેવ દર્શન કરવાથી ખુબ સારું ફળ મળી શકે છે. સંક્રાંતનો યોગ બનતો હોવાથી તે દિવસે પુણ્ય સવારે 8:32 વાગ્યાથી સાંજના 5:45 વાગ્યાનો રહેશે. જ્યોતિષાચાર્યનું કહેવું છે કે, મકરસંક્રાંતિના દિવસે ગુરુના અધિપત્યમાં આવતાં શિક્ષા તથા ધર્મ સાથે જોડાયેલા લોકો માટે ખુબ સારું રહે છે.
પંડિતજીનું કહેવું છે કે, સંક્રાંતિ દેવ વર્ણની હોવાથી બધા તીર્થ સ્થાનોમાં એકબીજાની સાથે કોર્ડીનેશન બની રહેશે. તેથી આ દિવસે દાન કરવાથી પુણ્ય મળશે. સંક્રાંતિનું વાહન સિંહ, ઉપ વાહન હાથી હોવાને લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પરાક્રમ વધી શકે છે.
સાથોસાથ દેશની અર્થવ્યવસ્થામાં પણ સારી થશે. અને દેશમાં ધાર્મિક ગતિવિધિ વધી શકે છે. સંક્રાંતિના દિવસે કપડા , તલ અને ગોળનું દાન કરવાથી સારું થઇ શકે છે. સંક્રાંતિ દેવીના હાથમાં નાગકેસરનું ફૂલ હોવાથી તમની આરાધના કરવી ખુબ જ સારી રહી શકે છે.
મકર સંક્રાંતિનો દિવસ ખુબ સારો માનવામાં આવે છે તેથી ધર્મગ્રંથોમાં કહેવાય છે કે , માતા ગાયત્રીની આરાધના કરવાં માટે સંકાંત સિવાયનો અન્ય દિવસ સારો નથી. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ અને દેવતાઓની સવારની પણ શરૂઆત થઇ જાય છે. સંક્રાંતિનું ધર્મમાં પણ ખુબ મહત્વ રહેલું છે ઉપરાંત કલ્પવાસની પણ શરૂઆત થાય છે . ઉત્તરાયણ સૂર્યમાં મૃત્યુ થયા બાદ મોક્ષ મળી શકે છે. તલ સંક્રાંતિથી ઓળખાતા આ તહેવાર પર ભીષ્મ પિતામહ બાણની શૈય્યા ઉપર મૃત્યુ પામ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.