ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ(Sabarmati Riverfront) પર સંત સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં હાજર ભારતીય જનતા પાર્ટી(BJP) શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના ઝપેટમાં આવ્યા છે. આ કાર્યક્રમને કારણે આગામી સમયમાં અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટી શકે છે.
ઉત્તરપ્રદેશમાં દિવ્ય કાશી- ભવ્ય કાશી કાર્યક્રમ હેઠળ નિર્માણ થઈ રહેલા ભવ્ય કાશી વિશ્વનાથ મંદિર અને કાશી પરિસરનું PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના માટે 4 જાન્યુઆરીએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્ય માટે આશીર્વાદ આપવા માટે ધર્માચાર્ય આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આશીર્વાદ સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
આશીર્વાદ સમારોહમાં આ સંતો રહ્યા હતા હાજર:
આ આશીર્વાદ સમારોહમાં યોગીશ્રી શેરનાથ બાપુ (જૂનાગઢ), નૌતમ સ્વામી, કથાકાર ગીતાદીદી, પ.પૂ હરિહરાનંદ (ભારતી આશ્રમ, અમદાવાદ), અક્ષરવત્સલ સ્વામી, આચાર્ય અવિચલદાસ મહારાજ, પરમ પૂજ્ય લલિત કિશોરજી મહારાજ (લીંબડી), પરમાત્માનંદ મહારાજ સહિતના સંતો હાજર રહ્યા હતા.
સંત સંમેલનમાં કેટલાય લોકો માસ્ક વિના હાજર રહ્યા હતા:
આ સંત સંમેલનમાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. દરેક વોર્ડના ઉમેદવારોને તેમના વોર્ડમાંથી 50થી 100 લોકોને આ સંમેલનમાં લાવવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. AMTS બસ ભરીને દરેક વોર્ડમાંથી કાર્યકર્તાઓ અને લોકોને સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલનના કાર્યક્રમમાં લાવવામાં આવ્યા હતા. માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ્ના ધજાગરા ઉડાવતા હોય તેવી રીતે લોકો માસ્ક વગર ભીડમાં બેઠેલા જોવા મળ્યા હતા.
મુખ્યમંત્રી અને CR પાટીલએ સંતોને ભોજન પીરસ્યું હતું:
આ સમારોહ પછી તમામ સાધુ-સંતો માટે ભોજન-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ દ્વારા સાધુ-સંતોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.