21 વર્ષ પહેલા ગુજરાતની ધરતી પર એક રોકસ્ટાર દીકરી અવતરી અને આજે આ સ્ટાર ગુજરાતની સૌથી મોટી મ્યુઝિકલ સ્ટાર બની ગઈ છે. આ સ્ટાર બીજું કોઈ નહિ પણ “સાંત્વની ત્રિવેદી” (Santvani Trivedi) છે. ગુજરાતનો અવાજ, ગુજરાતનું ગૌરવ, ગુજરાતની ગરબા-ક્વીન. તેની સુંદરતા અને અવાજની મધુરતાએ ખુબ જ જલ્દી ગુજરાતની બેસ્ટ સિંગર બનાવી દીધી છે.
સાંત્વની ત્રિવેદીનો જન્મ 15 જુલાઈ 1995ના રોજ ગોધરા, પંચમહાલ, ગુજરાત ખાતે થયો હતો. જન્મથી જ તેને સંગીતમાં રસ હતો. તેના માતા-પિતા તેને સંગીત ક્ષેત્રે આગળ વધવા માટે ખૂબ ટેકો આપ્યો. જ્યારે તે અભ્યાસ કરી રહી હતી ત્યારે પણ તેણી તેના સંગીતનાં કામ ચાલુ રાખ્યા હતા. સાંત્વનીએ માઇક્રોબાયોલોજી વિષયમાં વિજ્ઞાનમાં સ્નાતક (B.Sc.) નો અભ્યાસ કર્યો છે. હવે વાત કરીએ તેની સંગીતની દુનિયાની સફર વિશે.
તેણે યુટ્યુબથી તેની સંગીત સફરની શરૂઆત કરી હતી. સાંત્વનીનું પ્રથમ વિડિયો કવર ફિલ્મ હીરોનું “મેં હું હીરો તેરા” છે. તે પંચમહાલ, ગુજરાતની પ્રથમ યુટ્યુબર છે જેને તેના અધિકૃત ફેસબુક પેજ પર 2 લાખથી વધુ ફોલોઅર્સ છે. તેની YouTube ચેનલ પર અત્યાર સુધી લગભગ 5 કરોડથી વધુ વ્યુઅર મેળવી ચુકી છે! અને તે ખૂબ જ ઝડપથી વધી રહયા છે.
તેણી સૌથી યુવા કલાકાર છે જેની પાસે પોતાનું રોક બેન્ડ, ફોક બેન્ડ, ક્લાસિકલ બેન્ડ છે અને છેલ્લું અને મુખ્ય તેણીનું ગુજરાતી સ્પેશિયલ બેન્ડ છે જે ગરબા, લગ્ન ગીતો અને ઘણું બધું રજૂ કરે છે. તેણે ૨૦૨૦મ મહિલા ગૌરવ એવોર્ડ મળ્યો છે. તે ગુજરાતની એકમાત્ર ISO 9001:2015 ISO પ્રમાણિત ગાયક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.