સલામત ST બસે ત્રણ લોકોને આપ્યું દર્દનાક મોત- ભયંકર માર્ગ અક્સ્માતમાં બે સગા ભાઈઓએ ગુમાવ્યો જીવ ‘ઓમ શાંતિ’

આજકાલ અવારનવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ(Accident) બની રહ્યા છે ત્યારે ફરી એકવાર આવો જ એક માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ કિસ્સો…

આજકાલ અવારનવાર માર્ગ અકસ્માતના કિસ્સાઓ(Accident) બની રહ્યા છે ત્યારે ફરી એકવાર આવો જ એક માર્ગ અકસ્માતનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ કિસ્સો મહિસાગર જિલ્લા(Mahisagar)માં સર્જાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સંતરામપુર (Santrampur)નજીક આવેલ ગુજરાત(Gujarat) સરકાર પરિવહન નિગમની એક એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર અકસ્માત બન્યો હતો. આ ગમખ્વાર અકસ્માત દરમિયાન બે સગા ભાઈઓ તેમજ એક યુવક સહિત કુલ ત્રણ લોકોના મોત થયા હતા. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં હડકંપ મચ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ તાત્કાલિકપણે ઘટના સ્થળે પહોંચી હતી.

આ અકસ્માત બાબતે મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હીરાપુર ગામ નજીક એક બાઈક ઉપર ત્રણ યુવકો બહાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એસટી બસ પણ ત્યાંથી પસાર થઇ રહી હતી આ દરમિયાન બંને વચ્ચે જોરદાર અકસ્માત બન્યો હતો. જેના કારણે સંતરામપુર તાલુકાના વાજિયાકોટના ડેમલી ફળિયામાં રહેતા 20 વર્ષીય અજય લાલસિંહ ખરાડી તેમજ 27 વર્ષીય જયદીપ લાલસિંગ ખરાડી જે સગા ભાઈઓ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ 25 વર્ષીય વિકાસભાઈ સોમાભાઈ ખરાડીનું આ આકસ્માત દરમિયાન ઘટના સ્થળે કરુણ મોત થયું હતું.

તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે વાજિયાકોટના ડેમલી ફળિયાના ત્રણ રહેવાસી યુવકો આજે એટલે કે રવિવારે પોતાના ઘરેથી બાઈક ઉપર હીરાપુર ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન હીરાપુર ગામ નજીક આવેલ ઝાલોદ-અમદાવાદ એસટીબસ કાળ બનીને સામે ભટકાઈ ગઈ હતી. આ અકસ્માત દરમિયાન બસની આગળના ભાગમાં બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન ત્રણે યુવકના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે એસટીબસની સાથે ટકરાઈ ને 100 મિટર સુધી મૃતદેહો ફગ્વાયા હતા.

વધુમાં જાણવા મળ્યું છે કે આ ઘટનામાં એસટીબસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માત દરમિયાન બે સગાભાઈઓ સહિત ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા તેમજ ત્રણે યુવકોના પરિવારજનોને મોતની જાણ થતા ઉપર આભ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. અકસ્માત સર્જાતા ત્યાં હાજર લોકો દ્વારા સંતરામપુર પોલીસને તાત્કાલીકપણે જાણ કરવામાં આવી હતી. આ ઘટના અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *