અહિયાં મોટાપાયે ધમધમી રહ્યું હતું કુટણખાનું- એક સાથે 22 કોયલો 35 પોપટો સાથે એવી હાલતમાં ઝડપાઈ કે…

Published on: 7:32 pm, Wed, 26 January 22

આજકાલ અવારનવાર ગોરખ ધંધાઓ થતા જોવા મળી રહ્યા છે ત્યારે ફરી એકવાર હરિયાણા(Haryana) ના પલવલ જિલ્લા(Palwal district of Haryana)માં ડ્રીમ મોલ(Dream Mall)માં ચાલી રહેલા છથી વધુ સ્પા સેન્ટરો(Spa centers)માં ગોરખ ધંધાઓ ચાલી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પલવલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ (Investigation Branch)દ્વારા સીઆઈએ હોડલ અને મહિલા પોલીસ સ્ટેશન સાથે મળીને સ્પા સેન્ટરોમાં દરોડો પડ્યા હતા. દરોડો દરમિયાનસ્પા સેન્ટરોમાંથી 22 યુવતીઓ અને 35 યુવકોને ઝડપવામાં આવ્યા હતા. પોલીસના દરોડો પાડવાથી ડ્રીમ મોલમાં હંગામો મચ્યો હતો.

palwal spa racket running under the spa center1 - Trishul News Gujarati Haryana, Palwal, કુટણખાનું

દરોડો પાડવા ગયેલ પોલીસ જયારે સ્પા સેન્ટરોની અંદર પહોંચે છે તે દરમિયાન ઘણા બધા છોકરાઓ અને છોકરીઓ આપતીજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા તેમજ પોલીસના દરોડો ભાળતાની સાથે જ ત્યાં હાજર તમામ લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેઓને ભાગવા દીધા ન હતા અને સ્થળ પર જ પકડી પડ્યા હતા.

palwal spa racket running under the spa center2 - Trishul News Gujarati Haryana, Palwal, કુટણખાનું

તેમજ વધુમાં ડીએસપી અનિલ કુમારનું કહેવું છે કે તેમને આ અંગે બુધવારના રોજ માહિતી મળી હતી કે નેશનલ હાઈવે પર આવેલ એક મોલમાં આવેલ સ્પા સેન્ટરોમાં ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે. ત્યાર બાદ તેમના નેતૃત્વમાં ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન બ્રાન્ચ પલવલ, મહિલા થાણા તેમજ હોડલ સીઆઈએની ટીમે સાંજના સમયે લગભગ ચાર વાગ્યાની આસપાસ દરોડો પડ્યા હતા.

palwal spa racket running under the spa center3 - Trishul News Gujarati Haryana, Palwal, કુટણખાનું

પોલીસે મોલમાં છ થી વધારે સ્પા સેન્ટરોમાં દરોડા પડ્યા અને 22 યુવતીઓ અને 35 યુવકોને પકડી પાડ્યા હતા. આ દરમિયાન ઝડપાયેલ તમામ યુવક યુવતીઓ શંકાસ્પદ પરીસ્થિતિમાં જોવા મળ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન ભાગતા એક યુવક અને યુવતીને પણ પોલીસે પકડી પડ્યા હતા. નેશનલ હાઈવેપર આવેલ મોલ પાસે પોલીસની ગાડીઓ જોતા લોકોની ભીડ પણ એકઠી થઇ હતી. તેમજ ઝડપાયેલ તમામને સદર પોલીસ સ્ટેશન પરિસરમાં લઇ જવામાં આવ્યા છે. આ દરમિયાન તે લોકોને પૂછપરછ પણ કરવામાં આવી છે.

palwal spa racket running under the spa center4 - Trishul News Gujarati Haryana, Palwal, કુટણખાનું

પૂછપરછ પછી દરેક ઉપર ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ વધુમાં જાણવા મળ્યું છે કે મોલના તમામ સ્પા સેન્ટરના માલિકો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ ગોરખ ધંધાને ધ્યાનમાં લેતા તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.