સારા અલી ખાનનું નામ તો તમે સાંભળ્યું જ હશે! બોલિવૂડની બેબો કરીના કપૂરના હાલમાં પણ તમામ લોકો દિવાના છે. બેબો ખુબ ટૂંક સમયમાં બીજી વખત માતા બનવા માટે જઈ રહી છે. સૈફ અલી ખાનની વાત કરવામાં આવે તો તે હવે ચોથી વાર પિતા બનવા માટે જઈ રહ્યો છે. તેમની પ્રથમ પત્ની અમૃતાથી સંતાન ઇબ્રાહિમ તથા સારા અલી ખાન પણ છે.
સારા અલી ખાન આ દિવસોમાં બોલિવૂડમાં ખુબ નામ કમાઈ ચૂકી છે. આની સાથે જ તે ખુબ ચર્ચામાં રહે છે.
સારાની લોકપ્રિયતાની જગ્યાએ સારા તથા કરીના કપૂરની વચ્ચેના સંબંધ અંગેની વાત કરવામાં આવે તો સારા અલી ખાન સૈફની પહેલી પત્નીની દીકરી છે.
કરીના સારાની સાવકી માતા થઈ એવું કહી શકાય છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે, સારા કરીનાને માતા તરીકે બોલાવે છે કે નહીં? સારાએ તેના એક ઇન્ટરવ્યુમાં આ પ્રશ્નનો ઉત્તર આપ્યો છે. સારા અલી ખાને જણાવ્યું હતું કે, તે કરીના કપૂરને માતા અથવા તો નાની માતા કહેતી નથી. કરણ જોહરના શોમાં સારા અલી ખાને આ વિશે કહ્યું હતું કે, જો હું ક્યારેય પણ કરીનાને નાની માતા કહીશ તો તે ઉદાસ થઈને ચોંકી ઉઠશે.
હવે જાણવું એ રહ્યું કે કરીના કપૂરને સારા શું કહે છે? આનો ઉત્તર આપતા સારા અલી ખાન જણાવે છે જે, હું માત્ર કરીના કહીને બોલાવું છું. કરીના કપૂરે પણ એક વખત તેમના સંબંધ અંગેની વાતચીત કરી હતી કે, મેં હંમેશાં સૈફને જણાવ્યું છે કે, હું સારા તથા ઇબ્રાહિમની મિત્ર બનવા માંગુ છું.
હું એમની માતા ક્યારેય નહીં બની શકું. તેની પાસે પહેલેથી જ એક અદ્ભુત માતા છે કે, જેણે તેનો ખુબ સારી રીતે ઉછેર કર્યો છે. હું તેમના મિત્રની જેમ છું. જ્યારે પણ તેમને કંઈપણ જરૂરીયાત પડે ત્યારે હું એ બંનેની સાથે છું. તેના જીવનના કોઈપણ તબક્કામાં હું તેની સાથે જ છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle