Shubman Gill: અમદાવાદ એરપોર્ટ પર શુભમન ભાઈ સાથે દેખાયા ‘સારા’ ભાભી- હવે સચિનની દીકરી હતી કે સૈફની… તમે જ જોઈ લો

Shubman Gill: અમદાવાદમાં બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચ ખુબ રસપ્રદ રહી હતી. ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં શાનદાર જીત સાથે સિરીઝ જીતી લીધી હતી.…

Shubman Gill: અમદાવાદમાં બુધવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ટી-20 મેચ ખુબ રસપ્રદ રહી હતી. ઈન્ડિયાએ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં શાનદાર જીત સાથે સિરીઝ જીતી લીધી હતી. સૌથી વધારે ચર્ચામાં આ મેચમાં ઓન ધ ગ્રાઉન્ડ અને ઓફ ધ ગ્રાઉન્ડ એક જ ખેલાડી રહ્યો હતો. આ ખેલાડીનું નામ છે, શુભમન ગિલ (Shubman Gill).

Shubman Gill આ મેચમાં સદી ફટકારીને હેડલાઈન્સમાં છવાઈ ગયો છે. ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડની બહાર  સારા અને Shubman Gill ની મુલાકાતે સૌ કોઈનું ધ્યાન ખેચી લીધું છે. અમદાવાદ એરપોર્ટ થયેલી સારા (sara) અને Shubman Gill ની મુલાકાતથી ચર્ચાનો વિષય ઉભો થયો છે.

છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) અને ક્રિકેટર Shubman Gill ના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી બંને ઘણીવાર સાથે જોવા મળી રહ્યા છે પરંતુ બંનેએ તેમના સંબંધો પર મૌન સેવી રાખ્યું છે.

ત્યાર ફરી એક વાર બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વાયરલ તસ્વીરમાં સારા અને Shubman Gill એકસાથે જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીરમાં સારા અને શુભમન બંને સાથે બેસીને વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી આ તસવીર કોઈ કાફે કે રેસ્ટોરન્ટની નથી પરંતુ અમદાવાદ એરપોર્ટની છે.

ફેન્સ આ તસવીર જોયા બાદ અંદાજો લગાવી રહ્યા છે કે, શુભમન અને સારા એકસાથે પ્રાઇવેટ ટાઇમ સ્પેન્ડ કરવા માટે ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છે. બંનેને સાથે જોઇને ફેન્સ એક્સાઇડેટ જોવા મળી રહ્યા છે. સારાનો આ ક્રિકેટર Shubman Gill સાથેનો ફોટો લેટેસ્ટ છે, એ વાત ચોક્કસ છે કે સારા અને શુભમન વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *