ભાજપની ટીકીટ અપાવવાનું કામ ખોડલધામ અને સરદારધામના આગેવાનો કરી રહ્યા હોવાની ઓડિયો વાઈરલ

ગુજરાતના રાજકારણમાં પાતીદારોનો એક્કો ચાલે છે તે વાતથી સૌ જાણકાર જ હશે પણ હવે પાટીદાર સંસ્થાઓ પણ પોતાના માણસોને ભાજપ ની ટીકીટ ડાયરેક્ટ અપાવતા હોવાના દાવા સાથેની એક ઓડિયો કલીપ વાઈરલ થઇ છે. જેમાં દાવો કરવામા આવી રહ્યો છે કે સરદારધામના ગગજી સુતરીયા અને ખોડલધામના નરેશ પટેલ દ્વારા પોતાના પરિચિતને આવનારી ચૂંટણીમાં ટીકીટ અપાવવાનું વચન આપી ચુક્યા છે.

કથિત ઓડિયો ક્લીપમાં બે વ્યક્તિઓ વાત કરતા સંભળાઈ રહ્યા છે. જેમાં એક આમ આદમી પાર્ટીમાં જોડાયેલ આગેવાન સુરતના વોર્ડ નંબર ૧૭ ના કોઈ ભાજપના પાટીદાર કાર્યકર સાથે વાત કરી રહ્યા છે. સુરતના વોર્ડ ૧૭ ના આ વ્યક્તિ સુરત ખોડલધામના કે કે કથીરિયા ના નજીકના હોવાનું મનાય છે, કે કે કથીરિયા પર પહેલેથી જ ભાજપના ફાયદા માટે સંસ્થાનો ઉપયોગ કરી રહ્યા છે તેવો સુર આલોપાઈ ચુક્યો છે. ત્યારે હવે કે કે કથીરિયાના કોઈ સાગરિત પોતાના અમદાવાદના કોઈ મિત્ર સાથે વાત કરી રહ્યા છે જેમાં સમાજના કહેવાતા આગેવાનો નો રાજકીય ચહેરો સામે આવી રહ્યો છે.

આ ઓડિયો ક્લીપમાં દાવો થઇ રહ્યો છે કે, સુરતના વોર્ડ નંબર ૧૭માં એક ભાજપના પાટીદાર કાર્યકરને ટીકીટ અપાવવાનું વચન નરેશ પટેલ અને સરદારધામના ગગજી સુતરીયા આપી ચુક્યા છે. આ ક્લીપમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા નેતા દાવો કરી રહ્યા છે કે જો તમને ટીકીટ મળે તો અમે આમ આદમી પાર્ટીના ખેસ ઉતારીને તમારા સમર્થનમાં આવી જઈશું.

સુરત ખોડલધામ સમિતિમાં રહેલા કોંગ્રેસી આગેવાનોને કે કે કથીરિયાના આવ્યા બાદ સાઈડલાઈન કરાઈ રહ્યા હોય તેવો આરોપ પણ લાગી ચુક્યો છે. ત્યારે હવે પાટીદારોના નામે પ્રમુખ બનેલા નેતોનો રાજકીય ચહેરો સામે આવતા પાટીદારોમાં આવી નીતિના વિરોધમાં સુર ઉભો થયો છે.

સુરતમાં તાજેતરમાં યોજાયેલી ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલને સંસ્થાનો લેટર પેડ આપીને ખોડલધામ સમર્થન આપે છે ની જાહેરાત કરીને પણ કે કે કથીરિયાએ વિવાદનો મધપુડો છેડ્યો હતો. આ બાબતે નરેશ પટેલ સાથે વાત ચિતમાં તેઓએ આવી કોઈ વાતચીત કોઈ સાથે કરી નથી તેવું જણાવ્યું હતું. જયારે ગગજી સુતારિયાનો સંપર્ક થઇ શક્યો નહોતો.

સાંભળો ઓડિયો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *