‘બળદ’ બની જાતે જ હળ ચલાવવા મજબુર બન્યા ગુજરાતના ખેડૂતો!

ગુજરાત(Gujarat)ના રાજકોટ(Rajkot) જીલ્લાના ધોરાજી(Dhoraji)માં ખેડૂતો મોંઘવારીથી કંટાળીને બળદ બની રહ્યા છે. આ મોંઘવારી ખેડૂતોને રડાવી રહી છે. જયારે પેટ્રોલ(Petrol), ડીઝલ(Diesel), ખાતરના ભાવો અને ખેત વિજળી(Electricity)ના…

ગુજરાત(Gujarat)ના રાજકોટ(Rajkot) જીલ્લાના ધોરાજી(Dhoraji)માં ખેડૂતો મોંઘવારીથી કંટાળીને બળદ બની રહ્યા છે. આ મોંઘવારી ખેડૂતોને રડાવી રહી છે. જયારે પેટ્રોલ(Petrol), ડીઝલ(Diesel), ખાતરના ભાવો અને ખેત વિજળી(Electricity)ના ધાંધીયાથી કંટાળીને ખેડૂતો દ્વારા આવો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટના ધોરાજીના ખેડૂતો પ્રદર્શન માટે બન્યા ‘મઘર ઇન્ડિયા’ 
ગુજરાતમા હાલ દિન પ્રતિદિન મોંધવારી વધી રહી છે પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર તેમજ ખાતરના પણ ભાવ વધી રહ્યાં છે. જયારે મોંઘવારીના કારણે ત્રસ્ત મધ્યમ પરિવાર હેરાન પરેશાન થઇ રહ્યા છે. આ ઉપરાંત મધ્યમ પરિવારને ગુજરાન કઈ રીતે ચલાવવુ એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે. તેમજ હાલ મહિલાઓનુ પણ બજેટ ખોરવાયુ છે. જયારે નાના મોટા વાહનોને ચલાવવા માટે વપરાતા પેટ્રોલ ડીઝલના ભાવોમાં પણ દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.

વધતી મોંઘવારી ખેડૂતોને પોસાય તેમ નથી: 
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા વાહન ચાલકો પણ ચિંતિત થઇ ગયા છે. જયારે આ મોંઘવારી ગુજરાતના ધરતીપુત્રોને પણ કરી રહી છે હેરાન. જયારે વધતી જતી આ મોંઘવારી વચ્ચે ખેડૂતોને ખેતી કરવી પોસાય તેમ નથી. તનતોડ મહેનત કરીને ખેડૂતો પાક કરે છે. ત્યારે મોંઘવારી તથા પેટ્રોલ ડીઝલના ભાવોમા ધરખમ વધારો થઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો  ખુબ જ ચિંતિત થઈ રહ્યા છે. આ ઉપરાંત બીજી બાજુ ખેડૂતોને સમયસર વિજળી પણ આપવામાં આવતી નથી. હાલ ખેત વિજળીમા પણ ધંધિયા જોવા મળી રહ્યા છે.

સરકાર સામે પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે કરવામાં આવ્યો અનોખો વિરોધ:
પેટ્રોલ ડીઝલના ભાવોમા તોતીંગ વધારો અને સમયસર ખેત વિજળી ન મળવાને કારણે હાલ ગુજરાતના રાજકોટ જીલ્લાના ધોરાજીમાં ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ખેતી કરવા માટે વાપરવામાં આવતા સાધનો જે પેટ્રોલ ડીઝલ દ્વારા ચાલે છે તેમાં ખેડૂતોને પેટ્રોલ ડીઝલ નાખવાનું પોસાય તેમ નથી. જેના કારણે કંટાળીને આજરોજ ધોરાજીના ખેડૂતોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આ દરમિયાન ખેતરમા વપરાતા બળદ હળનો ઉપયોગ કરવાને બદલે ખેડૂત પોતે બળદની જગ્યાએ હળ ચલાવવા લાગ્યા છે. તેમજ હળમાં બળદની જગ્યાએ ખેડૂત પોતે બળદ બનીને હળ ખેતરમાં ચલાવતા દેખાય રહ્યાં છે. ખેડૂતોનાં આ કામ કરતા જોઇને મઘર ઇન્ડિયા ફિલ્મનું દ્રશ્ય યાદ આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *