લગ્નમાં આવતા લોકોને ભેટમાં આપવા ઘણી બધી વસ્તુઓ છે. ઘણા લોકો મોંઘા મોંઘા ગીફ્ટ આપીને દેખાડો કરે છે, જયારે અહિયાં એક પરિવારે દરેકના પરિવારમાં શાંતિ રહે તે માટે સ્વામિનારાયણ સમ્પ્રદાયની ‘સત્સંગ દીક્ષા’ આપી અનોખી પહેલ શરુ કરી હતી.
ગુજરાતના મૂળ દહેગામ(Dahegam) પરંતુ હાલ નરોડા(Naroda) વિમલપાર્કમાં રહેતા જાગૃતિબેન બળવંતભાઈ અમીએ ગ્રહ શાંતિ વિધિમાં ચોકલેટથી લઈને મોંઘી મોંઘી ભેટ (Expensive gift) આપવાની પરંપરાના યુગમાં ગૃહ શાંતિ આપતા વિચારો સૌ કોઈને મળી રહે અને તેમના પરિવારમાં હંમેશા શાંતિ રહે તે માટે તેમણે નવીન શરૂઆત કરી છે. દીકરીના લગ્ન દરમિયાન માતા પિતાએ ગ્રહ શાંતિ વિધિમાં ગિફ્ટ બોક્ષમા ચોકલેટ સાથે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શ્રી મહંત સ્વામી મહારાજ લિખિત 61 પેજની 315 જીવન સૂત્રો સાથેની પોકેટ પુસ્તિકા(Pocket booklet) આપી સમાજમાં અનોખી ઉર્જાનો પ્રસરાવ કર્યો છે.
આ ‘સત્સંગ દીક્ષા’ પુસ્તિકામાં અનેક વિચાર સૂત્રો 315 શ્લોકના ગુજરાતી અનુવાદમાં લખ્યા છે. જેમ કે, ઘરમાં ભેગા મળીને આનંદથી ભોજન કરવું, ગૃહસ્થીએ માતા પિતાની હંમેશા સેવા કરવી, સાસુ-સસરાએ પુત્રવધૂનું પોતાની દીકરી જેમ રાખવી, વહુએ પણ સસરાની સેવા પિતાતુલ્ય ગણી અને સાસુની સેવા માતાતુલ્ય ગણીને કરવી, ગૃસ્થોએ દિકરા-દિકરીઓનું સત્સંગ, શિક્ષણ વગેરેથી સારી રીતે પોષણ કરવું, ઘરમાં હંમેશા મધુર વાણી બોલવી, કડવી વાણીનો ત્યાગ કરવો. આ ઉપરાંત ઘણા દિવ્ય સિદ્ધાંતો આ પુસ્તિકામાં આપ્યા છે, જેનાથી હંમેશા પરિવારમાં સુખ-શાંતિ રહે, અને પરિવારના દરેક સભ્યોમાં સંપ રહેશે.
મળતી માહિતી અનુસાર, છેલ્લા 25 વર્ષથી BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના વિચાર મુજબ ચુસ્ત જીવન વ્યવહાર ચલાવતા જાગૃતિબેન બળવંતભાઈ અમીનના પરિવારમાં પતિ, દીકરો-દીકરી છે. જાગૃતિબેન જણાવતા કહે છે કે, આજે દરેક લગ્ન વિધિમાં ગૃહ શાંતિની વિધિ થાય છે, છતાં સમાજ અશાંતિ અનુભવે છે. આજે આ દરેક પરિવારોને ઋષિમુનિ અને સંતોના ચિંતન અને આચરણ કરેલ જીવનસૂત્રો જીવનમાં અમલ કરવાની ખાસ જરૂર છે. જેનાથી ગૃહ શાંતિ અને પરિવારમાં હંમેશા સંપ રહે. દરેક લોકોના ઘરમાં શાંતિ અને સંપ આવે તે માટે સત્સંગ દીક્ષા પુસ્તિકા ભેટ સ્વરૂપે આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.