જે આપણને હસાવતા હતા, તે કાયમ માટે શાંત થઈ ગયા… હા, અમે વાત કરી રહ્યા છીએ જાણીતા કોમેડી અભિનેતા સતીશ કૌશિકની. અભિનેતાનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું હતું. પરિવાર અને નજીકના મિત્રોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સતીશ કૌશિક હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે જ દિલ્હી આવ્યા હતા.
કોણ જાણતું હતું કે, અભિનેતા આ રીતે અલવિદા કહી દેશે. તેની પત્ની અને 11 વર્ષની પુત્રીને સૌથી વધુ નુકસાન થયું છે. બંનેને મેનેજ કરવું મુશ્કેલ બની રહ્યું છે. સતીશ કૌશિકનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે વર્સોવા સ્મશાનગૃહ પહોંચ્યો હતો. દિવંગત અભિનેતા પંચતત્વમાં વિલીન થાય ગયા છે. અનુપમ ખેરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અભિનેતા તેના મિત્રને વિદાય આપતી વખતે રડતા જોવા મળે છે.
Anupam Kher Crying: Satish Kaushik’s final journey#AnupamKher #SatishKaushik #Bollywood pic.twitter.com/KFC2wDTAIC
— Aman Yadav (News24) (@Amanyadav7629) March 10, 2023
ભાવુક થઈ ગયા અનુપમ ખેર
સતીશ કૌશિકનો પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે વર્સોવા સ્મશાનગૃહમાં પહોચ્યો હતો. એમ્બ્યુલન્સમાં અનુપમ ખેર પણ હાજર હતા જેમાં સતીશને અંતિમ વિદાય આપવા લઈ જવામાં આવ્યા હતા. અભિનેતાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અનુપમ રડતા જોવા મળે છે. જણાવી દઈએ કે, સતીશ અને અનુપમની મિત્રતા 45 વર્ષ જૂની હતી.
Salman Khan absolutely looks sad as his close friend #SatishKaushik passes away today and he went for the last rites you can see on his face Real Friend #SalmanKhan #RIPSatishKaushik pic.twitter.com/UI6EpoMRfl
— Salman Khan Era (@Salman_Era) March 9, 2023
સલમાન ખાન પણ સતીશ કૌશિકને વિદાય આપવા તેમના ઘરે પહોંચ્યો હતો. આ સિવાય શિલ્પા શેટ્ટી, વિકી કૌશલના પિતા રવિ કિશન પણ સતીશ કૌશિકના ઘરે અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા.
Shocked beyond words… Heartbreaking… RIP #SatishKaushik ji… Heartfelt condolences to the family… Om Shanti Om pic.twitter.com/ae1YZASozQ
— Muhammad Hassan (@MHassanPAK) March 9, 2023
સતીશ કૌશિકનો મૃતદેહ દિલ્હીથી મુંબઈ પહોંચ્યો છે. ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સ સતીશ કૌશિકના મૃતદેહને લઈને તેમના ઘરે પહોંચી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ સ્ટાર્સ ઘરે પહોંચી ચૂક્યા હતા. સતીશ કૌશિકના અંતિમ સંસ્કાર 9 માર્ચની સાંજે વર્સોવાના સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા છે.
કેવી રીતે થયું સતીશ કૌશિકનું મૃત્યુ?
8 માર્ચના રોજ સતીશ કૌશિક હોળી રમવા દિલ્હી આવ્યા હતા. દિલ્હીના બિજવાસનમાં તેના ફાર્મહાઉસમાં પરિવાર અને મિત્રો સાથે હોળી રમ્યા બાદ તે પોતાના રૂમમાં પાછા ફર્યા હતા. 9 માર્ચના રોજ સવારે 12.10 વાગ્યે તેને બેચેની થવા લાગી. તેણે તેના મેનેજરને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. આ પછી તેને તરત જ ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંના તબીબોએ સતીશ કૌશિકને મૃત જાહેર કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલ પહોંચતા પહેલા જ અભિનેતાનું મોત થઈ ગયું હતું.
સતીશ કૌશિકની અંતિમ ઝલક માટે તેમના ઘરે સેલેબ્સનો જમાવડો પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર સતીશ કૌશિકના મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. જોકે પોલીસે તપાસ શરૂ કરી હતી. પરંતુ પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે અભિનેતાના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી. સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ દિલ્હીના હરિનગર સ્થિત દીન દયાલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. સતીશ કૌશિકનો મૃતદેહ એર એમ્બ્યુલન્સ મારફતે મુંબઈ પહોંચ્યો છે.
7 માર્ચના રોજ સતીશ કૌશિક જાનકી કુટીર જુહુ ખાતે જાવેદ અખ્તર દ્વારા આયોજિત હોળી પાર્ટીમાં સામેલ થયો હતો. તેણે આ સેલિબ્રેશનની તસવીરો ટ્વીટ કરી હતી, જેમાં તે ફિટ દેખાતી હતી. તેણે લખ્યું- ‘જાવેદ અખ્તર, શબાના આઝમી, બાબા આઝમી, તન્વી આઝમી દ્વારા આયોજિત પાર્ટીમાં રંગીન હોળીનો આનંદ માણ્યો. નવા લગ્ન સુંદર કપલ અલી ફઝલ અને રિચા ચઢ્ઢાને મળ્યા. સૌને હોળીની શુભકામનાઓ.
અનુપમ ખેરે લખ્યું: તમારા વિના જીવન પહેલા જેવું નહીં રહે…
સતીશ કૌશિકના મૃત્યુની માહિતી સવારે ટ્વીટ કરીને આપવામાં આવી હતી. શ્રદ્ધાંજલિ આપતાં ખેરે લખ્યું- ‘હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે, પરંતુ મેં સપનામાં ક્યારેય વિચાર્યું નહોતું કે હું જીવતો હોઉં ત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડ #SatishKaushik વિશે આ વાત લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ !! સતીશ તારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે! ઓમ શાંતિ!’
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति! 💔💔💔 pic.twitter.com/WC5Yutwvqc
— Anupam Kher (@AnupamPKher) March 8, 2023
હરિયાણામાં થયો હતો સતીશ કૌશિકનો જન્મ
સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956ના રોજ મહેન્દ્રગઢ, હરિયાણામાં થયો હતો. શાળાનું શિક્ષણ દિલ્હીમાં થયું. કિરોરી માલ કૉલેજમાંથી સ્નાતક થયા પછી, તેણે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં પ્રવેશ લીધો. 1985માં તેણે શશિ કૌશિક સાથે લગ્ન કર્યા. તેમના પુત્રનું 2 વર્ષની વયે અવસાન થયું.
મિસ્ટર ઈન્ડિયાથી મળી પહેચાન
સતીશે 1983માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પહેલા તેણે થિયેટરમાં કામ કર્યું હતું. તેઓ અભિનેતા, હાસ્ય કલાકાર, સ્ક્રિપ્ટ રાઈટર, દિગ્દર્શક અને નિર્માતા હતા. સતીશને 1987માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ઓળખ મળી હતી. ત્યારબાદ તેણે 1997માં દિવાના-મસ્તાનામાં પપ્પુ પેજરની ભૂમિકા ભજવી હતી. સતીશને 1990માં રામ લખન માટે અને 1997માં સાજન ચલે સસુરાલ માટે શ્રેષ્ઠ હાસ્ય કલાકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.