શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ ‘જવાન’નો ‘પ્રિવ્યુ વીડિયો’ વાઈરલ- એક્શન જોઇ ‘પઠાન’ને પણ ભૂલી જશો

Shah Rukh Khan Film Jawan Prevue Out: તાજેતરમાં રેડ ચિલીઝે ફિલ્મ ‘જવાન’નું મોશન પોસ્ટર શેર કર્યું હતું અને તેમાં વોકી-ટોકી પર JAWAN લખેલું હતું. તેમજ જાહેરાતમાં Coming Soon લખવામાં આવ્યું હતું. આ મોશન પોસ્ટર શેર કર્યા બાદ દરેક લોકો ફિલ્મ ‘જવાન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પઠાણ બાદ શાહરૂખની આ ફિલ્મ માટે લોકોમાં ઘણો ક્રેઝ છે. હવે ફિલ્મ ‘જવાન’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે તો ચાલો જાણીએ ફિલ્મના ટ્રેલરમાં શું છે ખાસ….

ફિલ્મનું ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે ફિલ્મમાં ઘણી રસપ્રદ બાબતો જોવા મળશે. ટ્રેલર પરથી ખબર પડે છે કે જવાન એક એક્શન થ્રિલર ફિલ્મ છે જે સમાજમાં રહેલી ખોટી બાબતોને સુધારવા માટે નીકળેલા માણસની ભાવનાત્મક સફર દર્શાવે છે. ફિલ્મમાં શાહરૂખની સાથે નયનથારા, વિજય સેતુપતિ અને દીપિકા પણ જોવા મળશે. આટલું જ નહીં ફિલ્મનું ટ્રેલર જોઈને એવું પણ લાગી રહ્યું છે કે શાહરૂખ ખાન અલગ અંદાજમાં જોવા મળશે જે કદાચ પહેલા ક્યારેય નહીં જોવા મળ્યો હોય.

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

શાહરૂખ ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર ટેગલાઇન સાથે ‘જવાન’નો વીડિયો શેર કરતી વખતે ટ્રેલરની રિલીઝ તારીખ અને સમયનો ખુલાસો કર્યો હતો. શાહરૂખ ખાને લખ્યું, ‘હું પુણ્ય છું કે પાપ? હું પણ તું જ છું.

‘જવાન’નું પ્રીવ્યૂ આજે એટલે કે 10મી જુલાઈએ થયું છે અને ફિલ્મ 7મી સપ્ટેમ્બર 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં વિશ્વભરમાં રિલીઝ થશે. આટલું જ નહીં નયનતારાની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ફોટો જોઈને બધા કહી રહ્યા છે કે આ જવાનમાં નયનતારાનો લુક હશે.

ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં આવશે. ફિલ્મના બજેટની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે નેટફ્લિક્સે ફિલ્મ ‘જવાન’ના OTT રાઈટ્સ માટે 120 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. તમને જણાવી દઈએ કે શાહરૂખનો લુક જોઈને ફેન્સ પાગલ થઈ ગયા છે અને યુટ્યુબ પર આ જાહેરાતના વીડિયોને 29 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ફિલ્મ વિશ્વભરમાં 7 સપ્ટેમ્બર 2023ના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *