સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BBA અને B.Comની પરીક્ષાના એક દિવસ અગાઉ જ પેપર થયું લીક- વિધાર્થીઓના ભાવિ સાથે ચેડા

ગુજરાત(Gujarat): રાજ્યમાં જો પારદર્શિતા સાથે પેપર લેવામાં આવે તો કદાચ ઈતિહાસ રચાઈ જાય. કારણ કે, રાજ્યમાં વારંવાર અનેક પેપર લીક(Paper leak) થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. જો વાત કરવામાં આવે તો રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ના BBA અને B.Comની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના લીધે સમગ્ર તંત્ર હચમચી ઉઠ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક:
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.Com સેમેસ્ટર-5ના પેપર લીક થયા છે. BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સેસન-5નું પેપર લીક થયું છે તો B.Com સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની માહિતી સામે આવી છે. આજે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો છે.

મહત્વનું છે કે, આ બન્ને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પણ પરીક્ષા વિભાગના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે ગુરુવારે એટલે કે આજે લેવાનારી પરીક્ષા રદ કરવી પડશે અને આ પેપર કેવી રીતે ફૂટ્યું અને તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની વિગતો બહાર લાવવા સરકારી તંત્ર તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું પણ જાણવા મળ્યું છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને આજે નવા પેપર આપવામાં આવશે. જોકે સમગ્ર ઘટનાને લઇને ખુદ પરીક્ષા નિયામક નિલેશ સોની પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. હાલ આ ઘટનાને લઇને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પેપર ફોડનાર વિરૂદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ત્રિશુલ ન્યુઝ પૂછી રહ્યું છે સળગતા સવાલ:
વારંવાર કેમ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કોલેજ સહિતની પરીક્ષાના પેપર ફૂટે છે? વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કેમ થાય છે? વારંવાર પેપર ફૂટવાને લઈને કોણ જવાબદાર છે? પરીક્ષાના પેપરની ગોપનિયતા કેમ નથી જાળવી શકતા ?
પેપર જ્યાં રાખવામાં આવે છે ત્યાંની સિક્યુરિટીની કેમ નથી કરવામાં આવતી પુર્તતા? પેપરો ફોડનારા સામે કડક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? દાખલો બેસે તેવી કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી?
કેમ વારંવાર વિધાર્થીઓના ભાવિ સાથે વારંવાર ચેડા થઇ રહ્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *