ધનતેરસે સોનું-ચાંદીની ખરીદવાને બદલે સાવરણી અને ખરીદો આ વસ્તુ, થઇ જશો રાતોરાત માલામાલ

Published on Trishul News at 4:12 PM, Wed, 8 November 2023

Last modified on November 9th, 2023 at 11:25 AM

Buying a broom on Dhanteras: ઘણા લોકો માને છે કે, ધનતેરસએ એક સમૃદ્ધિ ખ્યાતિ તેમજ યશ, વૈભવનો તહેવાર છે. ધનતેરસ દિવસે ધનનાં દેવતા જેને કહીએ છીએ, એ કુબેરની પૂજાનું ખાસ મહત્વ રહેલું છે. ગ્રંથોમાં જણાવ્યા મુજબ, ધનતેરસનાં દિવસે આયુર્વેદનાં દેવતા ધનવંતરી પણ અમ્રુત કળશની સાથે સમુદ્રમંથનમાંથી ઉત્પ્રપન્ગન થયા હતા. તેથી આ દિવસને ‘ધનવંતરી જયંતિ’ પણ કહેવામાં આવે છે.

આ વર્ષે ત્રયોદશી તિથિ 10 નવેમ્બરના રોજ બપોરે 12:35 વાગ્યે શરૂ થઈ રહી છે અને 11 નવેમ્બરે બપોરે 01:57 વાગ્યે સમાપ્ત થઈ રહી છે. ધનતેરશે લક્ષ્મીજીની પૂજા થાય છે અને સરસ્વતીજીની પણ પૂજા થાય છે. વ્યાપારીવર્ગનો સંબંધ જમા-ઉધારનો હિસાબ લખવાના ચોપડાનું પૂજન કરે છે. આ વર્ષે એવું પણ કહેવાય છે કે, ધનતેરસનાં દિવસે રાજા હિમની પત્ની દ્વારા તેનાં બાળકોની રક્ષા કરવા માટે યમરાજને પ્રાર્થના કરવામાં આવી હતી. તેથી આ દિવસે સાંજનાં સમયે યમરાજાને પણ દીવા કરે છે. જેનાં લીધે યમરાજાનાં પ્રકોપથી પૂરા પરિવારજનોને બચાવી શકાય છે.

એક માન્યતા મુજબ, ધનતેરસનાં દિવસે બજારમાંથી ઘણી વસ્તુઓ ખરીદી કરીને ઘરમાં લાવે છે. જેનાં લીધે ઘરમાં તેજી આવે છે. તેમજ કોઈ દિવસ પૈસાની કમી નથી રહેતી. બજારમાંથી આ વસ્તુઓ લાવવામાં આવે તો ઘર પરિવારમાં સુખ અને સંપતી આવે છે. આ દિવસે આ વસ્તુની ખરીદી કરવાથી તમને ઘણો ફાયદો થાય છે.

શંખની ખરીદી કરો :
તમે આ દિવસે ઘરમાં શંખની ખરીદી કરો. તેમજ દિવાળીની પૂજામાં શંખને વગાડો. આવું કરવાથી તમામ પ્રકારની સમસ્મુયાઓ દૂર થશે. અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થશે. શંખને સમૃદ્ધિ તેમજ શાંતિ પ્રતીક ગણવામાં આવે છે .

તમે લોકો જાણતા જ હશો કે, માં લક્ષ્મીને સાવરણીનું પ્રતીક માનવામાં આવે છે જો તમે આ દિવસે નવી સાવરણી ઘરમાં લાવશો તેમજ દિવાળીનાં દિવસે સાવરણીની પૂજા કરશો તો એવું પણ માનવામાં આવે છે કે, દિવાળીની આ પૂજા કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરની બહાર નીકળી જાય છે. તેમજ સાફ સફાઈ વાળા ઘરમાં માં લક્ષ્મી આવે છે.

ઝાડુ ખરીદવાનું વિશેષ મહત્વ:(Buying a broom on Dhanteras)
ધનતેરસનાં દિવસે ઝાડુ પકડવાની જગ્યા પર સફેસ કલરનો દોરો બાંધવાથી માં લક્ષ્મીજી ઘરમાં વાસ કરે છે. ધનતેરસનાં રોજ દિવસે 3 ઝાડુ ખરીદવાએ શુભ ગણવામાં આવે છે. ધનતેરસનાં રોજ ખરીદેલું ઝાડું દિવાળીનાં રોજ સૂર્યોદય અગાઉ મંદિરમાં દાન કરવામાં આવે તો ઘરમાં માં લક્ષ્મીજી વાસ કરે છે.

ધનતેરસનાં રોજ ઝાડુ ખરીદવા(Buying a broom on Dhanteras) પણ ઘણા નિયમનું પાલન કરવું જરૂરી છે. જો નિયમનું પાલન ન કરવામાં આવે તો લક્ષ્મીજી નારાજ થઇ જાય છે. ધનતેરેસ દિવસે આ મહત્વની વાતનું ધ્યાન રાખવું કે ઝાડુને પગ ન લગાવવો. પગ લગાવવાથી લક્ષ્મીજી નારાજ થઇ શકે છે.

ધનતેરસનાં દિવસે ધનનાં દેવતા ભગવાન કુબેરની પૂજાનું ખુબ જ મહત્વ
ધનતેરસનાં રોજ ભગવાન કુબેરની પૂજાનું ઘણું મહત્વ રહેલું છે, જો તમે તેમજ જો કોઈ આ દિવસે તેની મુર્તિ ઘરમાં લાવે તેમજ તેની પૂજા કરે તો તમને બહુ જ લાભ થશે. તમારા જીવનની ધનને લગતી તમામ મુશ્કેલીઓ દૂર થશે. પૂજા કર્યા બાદ આ મુર્તિને તમે તમારી તિજોરીમાં મૂકી શકો છો.

Be the first to comment on "ધનતેરસે સોનું-ચાંદીની ખરીદવાને બદલે સાવરણી અને ખરીદો આ વસ્તુ, થઇ જશો રાતોરાત માલામાલ"

Leave a comment

Your email address will not be published.


*