VNSGUની ઇન્ટીરીયર ડીઝાઈનરે એક જ વસ્તુની બે પેટન્ટ મેળવવાની અનોખી સિદ્ધિ મેળવી

દક્ષીણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટીરીયર ડીઝાઇનની (VNSGU Ineterior Design Department) વિદ્યાર્થીની વિધિ સંદિપ દોષી દ્વારા ઇન્ટીરીયર ડીઝાઇન વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર અંકિત ચાંગાવાલા,…

દક્ષીણ ગુજરાતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ટીરીયર ડીઝાઇનની (VNSGU Ineterior Design Department) વિદ્યાર્થીની વિધિ સંદિપ દોષી દ્વારા ઇન્ટીરીયર ડીઝાઇન વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર અંકિત ચાંગાવાલા, આર્કી. અજય મિસ્ત્રી અને સ્નેહલ એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ઈનોવેટીવ ફર્નીચર ‘TRI-MOD’ (WARDROBE)ની ડીઝાઈન અંગે OPEN તેમજ Closed WARDROBE એમ બન્ને પેટન્ટ રજીસ્ટર્ડ કરાવી હતી. જે બન્ને પેટન્ટની અપ્રુવલ મેળવેલ છે.

આમ એક જ ફર્નીચરની બે પેટન્ટ મેળવી વિધિ દોષીએ  યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. વિધિ ના આ આવિષ્કારમાં એમની લગભગ છ મહિનાની મહેનત છે. પણ ટૂંકમાં આ આવિષ્કાર વિશે જણાવીએ તો આ ફર્નીચર એ મેટ્રો શહેરોમાં ભાડે રહેતા નાના પરિવારો અને તેમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કરવામાં આવી છે. આ એક પ્રકારનો ત્રિકોણ આકારીય WARDROBE છે કે જે ઓછામાં ઓછી જગ્યા રોકે છે અને તેમાં એક નાના પરિવારની બેઝીક સ્ટોરેજની જરૂરિયાતોને સંતોષે છે.

ભારત સરકારની પેટન્ટ ઓફીસે એમને અનુક્રમે તા. ૨૬/૧૦/૨૦૨૩ અને ૩૦/૧૦/૨૦૨ ના રોજ પેટન્ટ કે જેનો ડીઝાઈન નંબર અનુક્રમે 395149-001 અને 395150-001 થી એનાયત કરવામાં આવ્યું છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા, કુલસચિવ ડૉ. રમેશદાન સી. ગઢવી અને ઇન્ટીરીયર ડીઝાઇન વિભાગના કો-ઓર્ડીનેટર મેહુલ પટેલ, એસ.એસ.આઈ.પી. કો- ઓર્ડીનેટર ડૉ. પરેશ પારેખ તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારે વિધિને તેની સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *