એશિયાઈ સિંહોને લીધે ગુજરાત સમગ્ર દેશમાં જગપ્રસિદ્ધ બન્યું છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલાના કોવાયા ગામ નજીક 17 ઓગસ્ટની રાત્રે ખાંભા તુલસીશ્યામ રેન્જ વિભાગની ટીમે તંદુરસ્ત 5 સિંહોને પાંજરે પુરીને અજ્ઞાત સ્થળે લઈ ગયાનો આક્ષેપ થયો છે.
જયારે આની વિરુદ્ધ વનવિભાગે કોઈ ખુલાસો ન કરતા સિંહપ્રેમી તથા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ઘણા પ્રશ્નો ઉઠાવી રહ્યા છે પણ સિંહનાં મુદે અધિકારીઓએ મૌન સેવ્યું છે. બીજી બાજુ આ સિંહોને લઈ જવાના મુદ્દે અમરેલી જિલ્લામા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. રાજુલા પર્યાવરણ પ્રેમીઓ ખુબ મોટી સંખ્યામા ભેગા થઇ જે આવેદનપત્ર આપી વિરોધ દર્શાવી સિંહોને પાછા લાવવાની માંગણી કરાઈ હતી.
એશિયાટીક સેવ લાઈન દ્વારા ધારી ગીર પૂર્વ ડી.સી.એફ કચેરીમાં ગુજરાતના અનેકવિધ જિલ્લામાંથી પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન સહિત સિંહપ્રેમીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. બીજી બાજુ જે વિસ્તારમાંથી સિંહોને લઈ જવામાં આવ્યા હતા તે ગ્રામ પંચાયત દ્વારા પણ વનવિભાગનાં ઉચ્ચ અધિકારીઓ તેમજ વનમંત્રી ગણપત વસાવા સુધી લેખિત પત્ર દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી.
થોડા દિવસ અગાઉ સાંસદ એ આ મુદ્દો રાજકીય બનાવ્યો હતો. અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે, આ સિંહોને સાસણ ગીરમાં છોડી દેવામાં આવ્યા છે તેમજ વિરોધ કરનાર પર્યાવરણ પ્રેમીઓ કોંગ્રેસ પ્રેરિત છે તેમજ લોકોને ગેરમાર્ગે દોરે છે. આવા પ્રકારનું નિવેદન આપ્યા પછી સિંહપ્રેમીઓ રોષે ભરાયા હતા.
17 દિવસ પછી પણ વનવિભાગે સિંહ મામલે કોઈ ખુલાસો ન કરતા તંદુરસ્ત 5 સિંહો રાજુલા પંથક તથા અમરેલી જિલ્લાની શાન હતી. બૃહદગીર રેન્જ વિસ્તારમાંથી કોઈ કારણોસર પાંજરે પુરીને લઈ જતા રોષ જોવા મળ્યો છે. વનવિભાગે આ સિંહોને કેમ પાંજરે પુરી ક્યાં લઈ જવામાં આવ્યા તેનો હજુ સુધી કોઈ ખુલાસો ન થતા ફરી પ્રશ્નો ઉઠી રહ્યા છે.
વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ દ્વારા PM મોદીને પત્ર લખ્યો હતો. વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ તથા સિંહપ્રેમી મયંક ભટ્ટ દ્વારા PM નરેન્દ્ર મોદી, રાજ્યપાલ, મુખ્યમંત્રી, વિરોધ પક્ષ નેતા, વનમંત્રી, અધિક મુખ્ય સચિવ વન તેમજ પર્યાવરણ વિભાગને પણ પત્ર દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે.
વનવિભાગ દ્વારા 5 સિંહોને ગેરકાયદેસર રીતે પકડી પાડીને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવેલ છે કે, જેથી તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી ઉપરાંત સરકારના વનમંત્રીએ કોઈ કાર્યવાહી ન કરતા PM મોદીને આ મામલે હસ્તેક્ષેપ કરી સિંહોને મુક્ત કરાવો તેવી રજૂઆતો કરવામાં આવી છે.
2 દિવસમાં કોઈ કાર્યવાહી ન થાય તો કાયદાકીય કાર્યવાહી કરીશું:
‘વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ’ અને સિંહ પ્રેમી મયંક ભટ્ટ જણાવે છે કે, 5 સિંહોને ગેરકાયદેસર રીતે અજ્ઞાત સ્થળે વનવિભાગ દ્વારા લઈ જવામાં આવ્યા છે સિંહોને ક્યાં લઈ ગયા તેનો આજદિન સુધી વનવિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો નથી. આગામી 2 દિવસમાં સિંહોને ફરી મુક્ત ન કરાય તો કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.